જીટીબી હોસ્પિટલમાં આજે વધુ એક મોત થઇ છે. દિલ્હી રમખાણોમાં મરવા વાળાની સંખ્યા 42 થઇ છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા શાંત થયા પછી હવે ધડકન વધેલી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાખૉ અને નાળાઓમાં લાશો મળી રહી છે. જેને લઇ મૃતકોની સંખ્યાને લઇ ને આશંકાઓ વધી ગઈ છે. જણાવી દઈએ કે ખુફિયા બ્યુરો (IB)ના એક કર્મચારી અંકિત શર્માની લાશ મળ્યા પછી ગુરુવારે ગોકુલપુરી ગંગા વિહાર જંક્શન પાસે નાળામાંથી વધુ 2 લાશ મળી છે. નાળામાં લાશ મળવાની ખબર આગની જેમ ફેલાઈ રહી છે. પોલીસ લાશોની તપાસમાં હવે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં નાળાઓની તપાસ કરી રહી છે, જે બંધ છે.
સળગાવેલ મકાન અને ગાડીમાંથી 1-1 લાશ

અત્યાર સુધીમાં શિવ વિહારની એક સળગેલી દુકાન અને એક ગાડીમાંથી એક-એક લાશ મળી છે. જેને લઇ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સળગી ગયેલા મકાનો, દુકાનો અને ગાડીઓ ઉપરાંત હિંસા પ્રભાવિત મોટો નાળાઓમાં શોધવામાં આવે તો વધુ લાશો મળી શકે છે. ખજૂરી પુશ્તે થી લઇ યુપી બોર્ડર સુધી, ચંદબાગ પુલિયાથી લઇ કરાવલ ચોક સુધી, ત્યાંથી શિવ વિહાર સુધી, બૃજપુરી રોડથી વજિરાબાદ સુધી, સહીત ઘણી કોલોનીઓમાં હજારો મકાનો, દુકાનો અને ગાડીઓ સળગાવવામાં આવી. હજુ એની આગ ઠંડી નથી થઇ. શિવ વિહારની એક દુકાનથી ત્યાં કામ કરતા દિલબર નેગીની બોડી ગુરુવારે મળી છે. એવી જ રીતે સોનિયા વિહારના ગ્રીમ ગાર્ડનમાં એક સળગેલી કાર પાસે બોડી મળી છે. હજુ બોડીની ઓળખ થઇ નથી.
નાળાઓ માંથી નીકળી રહી લાશો

સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના કર્મચારી અનિલ ત્યાગીએ જણાવ્યું કે ગુરુવારે નાળાઓના કચરામાં એક લાશ તરતી મળી છે. તેમણે કહ્યું ‘જેમ લાશ માલ્યાની ખબર મળી, અહીં ભીડ થવાની શરુ થઇ ગઈ. પરંતુ આ વિસ્તારમાં કર્ફ્યુ લાગેલો છે, તો તાત્કાલિકે ફોર્સે પહોંચી ભીડને દૂર કરી દીધી। બંને લાશોને ગુરુવારે સવારે 11 વાગ્યે હટાવી લીધી હતી. જો કે એની ઓળખ થઇ નથી.
લાશોની તપાસમાં નાળાઓમાં શોધ

નિગમ કર્મચારી અને પોલીસ લાશોની તપાસમાં કચરાથી ભરેલ નાળાઓમાં શોધ કરી રહી છે. આ અંગે સિંચાઈ, પૂર વિભાગ અને પૂર્વ દિલ્હી નિગમ અને પોલીસ વચ્ચે બેઠક પણ થઇ, EDMC કમિશનર ડો. દિલરાજ કોર અને પ્રવક્તા અરુણ કુમારએ પછીથી જણાવ્યું કે નિગમ પોલીસ લાશોની શોધમાં સંભવ મદદ કરી રહી છે.
