બાબરી વિધ્વંસ કેસમાં આજે CBI સ્પેશ્યલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર કરી દીધા છે. બાબરી ધ્વંસ કેસમા કુલ 49 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 17 લોકોના મોત થયા છે.
સમગ્ર ઘટનાક્રમ
ડિસેમ્બર-6, 1992 : બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફૈઝાબાદમાં બે અલગ એફઆઈઆર દાખલ કરાઈ હતી, એફઆઈઆરને 197 વિધ્વંસ માટે લાખો કારસેવકો સામે અને એફઆઈઆર 198 અડવાણી, જોશી, બાલ ઠાકરે, ઉમા ભારતી સહિત સંઘ પરિવારના 49 નેતાઓ સામે ષડયંત્રના આક્ષેપ સાથે દાખલ કરાઈ.

8 ઓક્ટોબર, 1993 : ઉત્તરપ્રદેશ સરકારે નોટિફીકેશન બહાર પાડી બંને કેસો એકસાથે ચલાવવા હુકમ કર્યો હતો. એ મુજબ લખનૌ કોર્ટના કારસેવકો સામે અને નેતાઓ સામે રાયબરેલી અદાલતમાં કેસની સુનાવણી થઇ હતી.
10 ઓક્ટોબર, 1993 : સીબીઆઈએ બન્ને કેસોમાં ચાર્જશીટ રજૂ કરી અડવાણી અને ભાજપ નેતાઓ સામે ષડયંત્રનો આરોપ મૂક્યો. લખનૌ અદાલતે તમામ કેસોમાં અપરાધિક ષડયંત્રનો ઉમેરો કર્યો.
4 મે, 2001 : રાયબરેલી કોર્ટે અડવાણી અને અન્ય 13 સામે ષડયંત્રના આરોપો પડતા મુક્યા.

2003 : સીબીઆઈએ પૂરક ચાર્જશીટ રજૂ કર્યું. રાયબરેલી કોર્ટે જણાવ્યું કે અડવાણી સામે કામ ચલાવવા પુરતા પુરાવા નથી. હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો. ષડયંત્રના આરોપો વગર ખટલો ચાલુ રાખ્યો.
20 મે, 2010 : અલ્હાબાદ હાઈકોર્ટે 4 મે,2001નાં વિશેષ અદાલતનાં ચુકાદાને બહાલ રાખી અડવાણી, અન્યોને ષડયંત્રના આરોપોમાંથી મુક્ત કર્યો. રાયબરેલીની ખાસ અદાલતમાં કેસોની અલગ સુનાવણી કરવા નિર્ણય.
ફેબ્રુઆરી, 2011 :અપરાધિક ષડયંત્રના આરોપ યથાવત રાખવા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.

આ પણ વાંચો : આ કેસ સિવાય 47 અલગ અલગ કેસો નોંધાયા હતા
19, એપ્રિલ, 2017 : સુપ્રિમ કોર્ટે 2019ના હાઈકોર્ટના આદેશને ઉલઠાવ્યો. જેથી, જોશી અને અન્ય 12 સામે ષડયંત્રના આરોપો ફરી સ્થાપિત કર્યા. એ ઉપરાંત લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતમાં બન્ને કેસોની સુનાવણી કરવા અને બે વર્ષમાં ખટલો પુરો કરવા જણાવ્યું.
21 મે, 2017 : ખટલો પૂરો કરવા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વિશેષ અદાલતે રોજબરોજ સુનાવણી શરુ કરી. જામીન મેળવવા તમામ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયાં.
8 મે, 2020 : ખટલો પૂરો કરવા સુપ્રિમ કોર્ટે 3 મહિનાની મુદત વધારી. એ મુજબ 31 ઓગસ્ટ, 2020 સુધીમાં ખટલો પૂરો કરવાની ડેડલાઈન હતી કોવિડ લોકડાઉનના કારણે આ મુદત ફરી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
1 સપ્ટેમ્બર : કેસમાં આખરી દલીલો પૂરી થઇ.
16 સપ્ટેમ્બર : વિશેષ જજ એસકે યાદવે જણાવ્યું હતું કે ચૂકાદો 30 સપ્ટેમ્બરે જાહેર કરાશે.
આ પણ વાંચો : આ કેસ સિવાય 47 અલગ અલગ કેસો નોંધાયા હતા
આ પણ વાંચો : તમામ 32 આરોપીઓ નિર્દોષ, જાણો શું કહ્યું કોર્ટે
