અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું. આ પ્રતિમા વોશિંગટન સ્થિત ભારતીય એમ્બેસીમાં સ્થાપિત છે. અશ્વેત જોર્જ ફલોઈડની મોતના વિરુદ્ધ થઇ રહેલ વિરોધ પ્રદર્શન દરમિયાન બાપુની પ્રતિમાને નુકસાન પહોચાડ્યું. આ મામલે યુનાઇટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે તપાસ હાથ ધરી છે.
નાઇટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે તાપસ ધરી
આ ઘટના પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ઢાંકી દેવામાં આવી છે. જો કે અમેરિકા સ્થિતિ ભારતીય એમ્બેસી તરફથી કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી, પરંતુ સમાચાર એજન્સી ANIએ પોતાના સૂત્રોના હવાલે કહ્યું છે કે બાપુની પ્રતિમાના અપમાનની તપાસ યુનાઇટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસ કરી રહી છે
અમેરિકામાં બે ડર્ઝન થી વધુ બાપુની પ્રતિમાઓ

વોશિંગટન ડીસી સ્થિત ભારતીય એમ્બેસી સામે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનએ 16 સપ્ટેમ્બર 2000માં કર્યું હતું। આ ઉપરાંત અમેરિકાના ઘણા શહેરોમાં મહાત્મા ગાંધીની 2 ડર્ઝનથી વધુ પ્રતિમા છે.
આ પણ વાંચો : કોરોના પોઝીટીવ આવ્યા તો, તમારો ખર્ચો આ દેશની સરકાર ઉઠાવશે
