ચાલુ વર્ષમાં સ્વચ્છતા સર્વેના પ્રથમ અને બીજા કવોટરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે જાહેર થયેલ આ સર્વેક્ષણના આંકડામાં 10 વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં સુરત બીજા કવોટરમાં 20માં ક્રમાંક પર આવી ગયો છે. જે ગયા વર્ષે 14માં ક્રમે થી સુરત મનપાનો પ્રથમ કવોટરમાં ત્રીજો ક્રમ આવ્યો હતો. ગયા વર્ષે પાંચમા ક્રમે અને સાતમા ક્રમે રહેલ રાજકોટ અને અમદાવાદ પણ સુરત કરતા આગળ નીકળી ગયા છે જે રાજકોટ બીજા ક્રમે અને અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. જયારે ઈન્દોર બંને વખતે ટોપ પર છે.

10 લાખથી વધુ વસ્તી વાળા ટોપ પાંચ શહેરમાં ઈન્દોર પછી રાજકોટ, નવી મુંબઈ, વડોદરા પછી ભોપાલ રહી છે. હવે આગામી 4 થી 31 જાન્યુ. 2020 સુધી સ્વચ્છતા સર્વેક્ષણ ચાલશે. ગાર્બેજ ફ્રી સિટી બાદ સેવન સ્ટાર અને વોટર પ્લસ માટે સરવે થશે. પાલિકાએ અત્યારથી જ ચેતવાની જરૂર છે મહાનગરપાલિકાએ આગળ વધવા માટે અત્યારથી જ તમામ ક્રાઈટ એરિયા પર એડી ચોટીનું જોર લગાવવું પડશે. તો જ આગળ આવી શકે તેમ છે.

જાહેર થયેલ યાદીમાં પ્રથમ ક્રમે ઈન્દોર, બીજા ક્રમે રાજકોટ, ત્રીજા ક્રમે થાને (નવી મુંબઈ), ચોથા ક્રમે વડોદરા, પાંચમા ક્રમે ભોપાલ, છઠ્ઠા ક્રમે અમદાવાદ, 19મા ક્રમે વારણસી (યુપી), 20મા ક્રમે સુરત છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.