શિક્ષકોના ગ્રેડ પેના આંદોલન(protest) માંથી પ્રેરણા લઈને રાજ્યના પોલીસ(Police) જવાનોએ 2800 ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા(social media) ઉપર આંદોલન શરૂ કર્યું છે. જેને લઇ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા(DGP shivanand jha) એ પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા બાબતે ગાઈડલાઇન બહાર પાડી હતી. સાથે જ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારનું આંદોલન ચલાવવું નહીં. સરકાર વિરોધી ઉશ્કેરણીજનક નિવેદન કે વીડિયો, પોસ્ટર પોસ્ટ કરશે તો તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરાશે.
સોશિયલ મીડિયા પર પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ
ઉલેલ્ખનીય છે કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગ્રેડ પે ને લઇ પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારના ઉશ્કેરીજનક પોસ્ટ માટે હસમુખ સક્સેના, ભોજા ભરવાડ અને કમલેશ સોલંકીની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે
શિવાનંદ ઝાએ જણાવ્યું, કેટલાક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરે છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિને બિલકુલ ચલાવી લેવાશે નહીં. આમ છતાં કોઈ પોલીસને ઉશ્કેરવાનું કામ કરશે તો તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : દેશમાં 18 કરોડો લોકો એવા છે જેને કોરોના થઇ ચુક્યો છે અને ખબર પણ નથી, એક સર્વેમાં દાવો
