કરોડો રૂપિયાના ખર્ચે રીસ્ટ્રક્ચર્ડ એક્લેરેટ પાવર ડેવલોપમેન્ટ એન્ડ રિફોર્મ પ્રોગામ (આરએપીડીઆરપી) અંતર્ગત શહેરમાં DGVCLદ્વારા ગોઠવવામાં આવેલા ટ્રાન્ફોર્મરના ઓનલાઈન ડેટા ચકાસી શકાતા હોવા છતાં, તક્ષશિલા અગ્નિકાંડને 5 દિવસ પછી પણ DGVCL લાગતાં વળગતાં અધિકારી-કર્મચારીઓ દ્વારા તપાસનો દોળ કરવામાં આવી રહ્યો છે.
આગની ઘટના પછી તક્ષશિલા આર્કેડમાં વીજ સપ્લાય કરતાં ટ્રાન્સફોર્મરના 3 પૈકી એક ફ્યુઝ ટ્રીપ નહીં થયું હોવાની વાતને જાણે આ તપાસના બહાને છુપાવવા પણ પ્રયત્ન થઇ રહ્યો હોવાની પણ શંકા સેવાઈ રહી છે. આરએપીડીઆરપી પ્રોગામ અંતર્ગત વીજની કુલ માંગણી તથા પાવર લોસ્ટ જેવી તમામ માહિતી DGVCL તેમના કોમ્પ્યુટરના સ્ક્રીન પર ડાઉનલોડ કરી મેળવી શકે છે.
આ પણ વાંચો : મોદી સરકારમાં કોણ બનશે નાણા પ્રધાન?,ભાજપના સાંસદે નારાજ થઈ મોદીને આપી ખુલ્લી ચેતવણી
તક્ષશિલા અગ્નિકાંડના 5 દિવસ વિતી જવા છતાં એવા તો કયા ડેટા છે, જે DGVCLના અધિકારીઓ ડાઉનલોડ નથી કરી શક્યા તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક ઓફિસરો અને એફએસએલ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જણાવી DGVCL ના સીઈઓ સહિતના એક્ઝિક્યુટીવ તથા સુપ્રિટેન્ડન્ટ ઈજનરો છટકબારી શોધી રહ્યા છે.
આરએપીડીઆરપી સિસ્ટમ મુજબ શહેરના ટ્રાન્સફોર્મર પર મીટર ગોઠવવામાં આવ્યા છે. જેના થકી ટ્રાન્સફોર્મર ઓવરલોડ છે કે કેમ તેના પણ ડેટા સરળતાંથી મળી શકે તેમ છે. તેમ છતાં હજુ ડેટા ડાઉનલોડ થઈ નહીં શક્યા હોવાનું કારણ અધિકારી-કર્મચારીઓ આપી પોતાની ભૂલ સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.