ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કરી દીધું છે. પરંતુ, તેઓ IPL રમતા રહેશે. ધોનીના ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ લોકો દ્વારા અટકળો લગાવવામાં આવી રહી હતી કે ધોની હવે શું કરશે? પરંતુ, ધોનીએ સંન્યાસ બાદની યોજના નાનપણમાં જ બનાવી લીધી હતી.

ધોનીએ શ્યામલીના રાંચી જવાહર વિદ્યા મંદિરથી 10મું ધોરણ પાસ કર્યા બાદ રાંચીના જ ગોસ્સનર કોલેજથી કોમર્સમાં ઈન્ટરની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ, ક્રિકેટમાં કરિયર બનાવ્યા બાદ તે આગળનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ધોનીએ વર્ષ 2008માં રાંચી સ્થિત સેન્ટ જેવિયર્સ કોલેજમાં વોકેશનલ સ્ટડીઝ હેઠળ ઓફિસ એડમિનિસ્ટ્રેશન એન્ડ સેક્રેટરિયલ પ્રેક્ટિસ કોર્સમાં બેચલર ડિગ્રી મેળવવા માટે એડમિશન લીધુ હતું. પરંતુ ક્રિકેટમાં વધારે વ્યસ્ત હોવાના કારણે તે પૂર્ણ ન કરી શક્યા.

તેમણે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તે ભણવામાં સારા ન હતા. તેમણે દસમામાં 66 અને બારમાં ધોરણમાં 56 % મેળવ્યા હતા. તેમણે જણાવ્યા અનુસાર, તેઓએ આગિયારમાં ધોરણમાં પહેલી વખત ક્લાસ બંક કર્યો હતો. તે ઉપરાંત, બોર્ડ પરીક્ષામાં પણ રાંચીથી બહાર ક્રિકેટ રમવા માટે જતા હતા. ધોનીને ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં નવેમ્બર 2011માં લેફ્ટિનેન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, તે ભવિષ્યમાં જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જેના દ્વારા તેમનું આર્મીમાં કામ કરવાનું સપનું પૂર્ણ થશે.
આ પણ વાંચો : ધોનીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ CM રૂપાણી, અમિત શાહ અને ઝારખંડના CMએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
એક ઇન્ટરવ્યુ દરમિયાન ધોનીએ જણાવ્યું હતું કે, તે નાનપણથી જ ફોજી બનવા માંગતો હતો. તે રાંચીના કેન્ટ એરિયામાં ફરવા જતો રહેતો હતો. પરંતુ, તે ફોજીમાં ઓફિસર ન બની શક્યો પરંતુ ક્રિકેટર બની ગયો. ધોની ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલ પણ છે. હવે તે ભવિષ્યમાં આ જવાબદારી નિભાવીને પોતાના બાળપણના સપનાને પૂર્ણ કરી શકે છે.
