પૂર્વ કપ્તાન લેફ્ટનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની બુધવારે કશ્મીરમા આતંકવાદ વિરુદ્ધ યુનિટમાં પહેલી વાર તૈનાત હશે. પેરા કમાન્ડોની બટાલિયનમાં 15 દિવસ ડયુટી કરશે. 15 ઓગસ્ટ પણ ત્યાં જ ઉજવશે. ત્યાર બાદ ટ્રેનિંગ માટે બેંગ્લોર ચાલ્યા જશે. આતંકવાદગ્રસ્ત વિસ્તારમાં ધોનીને 19 કિલોગ્રામ ભારે ભરખમ સામાન લઈને ચાલવું પડશે.
પેરા કમાન્ડોની જે બટાલિયનમાં ધોની તેનાત હશે, ત્યાં દેશના જુદા વિસ્તારથી આવેલા 700 જેટલા સૈનિક છે. જેમાં ગોરખા, શીખ, રાજપૂત, જાટ જેવા બધા રેજીમેન્ટના સૈનિક મોજુદ છે. અહીંયા ધોનીને દિવસ-રાત બંન્ને શિફ્ટ કરવી પડશે.
સૈનિકની સાથે બૈરકમા રહેશે
ધોની ઓફીસર મેસની જગ્યા 50-60 સૈનિકોની સાથે બેરકમાં જ રહેશે, આવું ધોની જાતે ઈચ્છે છે. તે સૈનિકોના માટે બનેલા ક્યુબીકલમા જ ન્હાશે. સ્વાદિષ્ટ બટર ચિકન માટે ઓળખાતી આ બટાલિયનમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ધોનીને ચિકન મળશે. ધોનીને 2011 માં સેનાની ટેરિટોટીયલ આર્મીમા લેફ્ટિનેન્ટ કર્નલની માનદમા રેન્ક મળ્યો હતો.
ધોનીના 19 કિલો વજનમા શું?
- 3 મેગેજીન 5 કિલો
- વર્દી 3 કિલો
- બુટ 2 કિલો
- 3 થી 6 ગ્રેનેડ 4 કિલો
- હેલ્મેટ 1 કિલો
- બુલેટ પ્રૂફ જેકેટ 4 કિલો
- પેટ્રોલિંગ : શ્રીનગરના બદામી બાગ કેન્ટ વિસ્તારમા ધોની 8-10 સૈનિકોના દસ્તમા પેટ્રોલિંગ કરશે. તેને બુલેટ પ્રૂફ જેકેટ, એકે-47 રાઇફલ અને 6 ગ્રેનેડ આપવામાં આવશે. આ ડ્યૂટીનો હેતુ લોકો સાથે હળવું મળવું અને વિસ્તારમાંથી ખુફિયા જાણકારી મેળવવાનું હોય છે.
- ગાર્ડ ડ્યુટી : ધોનીને ગાર્ડ યુનિટની રખવાલીનું કામ મળશે. આ કામ 4-4 કલાકની 2 શિફ્ટમા થશે. આ દિવસ અને રાત, બંન્ને સમયની ડ્યુટી છે. દિવસની ડ્યુટી માટે ધોનીને સવારે 4 વાગ્યે ઉઠવું પડશે. રાતની ડ્યુટી હશે ત્યારે તેને જલ્દી ઉઠવાથી રાહત મળશે.
- પોસ્ટ ડ્યુટી : તેને બંકરમા મટકું માર્યા વગર ઉભું રેહવું પડશે. આવું 2-2 કલાકની શિફ્ટમા ત્રણ વાર થશે. આ ડ્યુટી ધોનીના ધૈર્યની પરીક્ષા લેશે. ચુપચાપ ઉભું રેહવું અને હલ્યા વગર લગાતાર લોકોને આવતા-જતા જોતું રેહવું પોસ્ટ ડ્યુટીનું સૌથી મહત્વનું કામ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.