આજે IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ 7:30 વાગ્યે મેચ રમાશે. આજની મેચમાં બંને ટીમ પોતાની જીતનો સિલસિલો શરુ રાખવા સખત ટક્કર આપશે. ચેન્નઈએ સતત હાર બાદ હૈદરાબાદને હરાવીને પાટા પર આવી રહી છે. તેની સામે દિલ્હીએ પણ રાજસ્થાનને 13 રને હરાવી સારા પ્રદર્શન તરફ ફરી છે.

આજે દિલ્હીની ટીમને રોકવી ચેન્નઈ માટે મુશ્કિલ થશે. છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે ધોનીએ સેમ કરેનને ઓપનિંગથી લઈને શરૂઆતમાં દીપક ચાહરને ચારેય ઓવર આપવાની રણનીતિ સફળ રહી છે. તેમજ છેલ્લી મેચમાં ધોનીએ ત્રણ સ્પીનરો પિયુષ ચાવલા, કર્ણ શર્મા અને રવીન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા. શારજાહમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે રમાયેલી છેલ્લી મેચની જીતમાં સ્પિનરોની નિર્ણાયક ભૂમિકા રહી હતી.
હવે IPLમાં દરેક ટીમ માટે જીત ઘણી અગત્યની રહેશે. પરંતુ આજની મેચ ચેન્નઈ માટે સરળ નહિ રહે. દિલ્હીનો બોલિંગ એટેક બધી જ ટીમમાં સૌથી શ્રેષ્ઠ છે. જેમાં સાઉથ આફ્રિકન જોડી કેગિસો રબાડા અને એનરિચ નોર્ખિયાની બોલિંગ ખુબ સારી છે. તેમજ તુષાર દેશપાંડેએ પણ રાજસ્થાન સામે પ્રથમ મેચમાં બે વિકેટ સાથે યાદગાર ડેબ્યુ કર્યું હતું. પરંતુ, દિલ્હીની ટીમમાં અમિત મિશ્રા અને ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી ટીમની બહાર છે. આ ઉપરાંત, વિકેટકિપર-બેટસમેન ઋષભ પંત એક અઠવાડિયા સુધી રમી શકે તેમ નથી. આજની મેચમાં પૃથ્વી શોનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે.
આ પણ વાંચો : ઇક્વિટી બજારની દોડથી દૂર થતાં ગુજરાતીઓ