સુશાંત સિંહ રાજપૂત(Sushant singh rajput) આત્મહત્યા કેસ દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. હવે સુશાંત કેસની તપાસ CBI કરી રહી છે. મુંબઈ પોલીસે કેસને લગતા તમામ પુરાવા CBIને સોંપી દીધા છે. સુશાંતના વકીલે પોસ્ટ મોર્ટમમાં ગોટાળા થયા હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે સુશાંતના મિત્ર અને જિમ પાર્ટનર સુનીલ શુકલાએ દાવો કર્યો છે કે, સુશાંતની હત્યામાં રિયાના પિતા ઈન્દ્રજીત તથા ફિલ્મમેકર મહેશ ભટ્ટ સામેલ છે. પોતાના દાવાના સમર્થનમા સુનીલે બંનેનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું.
બે ડેડીએ સાથે મળી સુશાંતની હત્યાનું કાવતરું ઘડ્યું
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ સાથે વાતચીતમાં સુનીલે કહ્યું, સુશાંતની હત્યાનું કાવતરું બે ડેડીએ સાથે મળીને ઘડ્યું હતું. પહેલા રિયાના પિતા તથા બીજા શુગડ ડેડી એટલે કે મહેશ ભટ્ટ. તેમણે કહ્યું, મિસ્ટર ચક્રવર્તી રિયાની મદદથી સુશાંતને દવાઓ આપતા હતા. આઠ જૂનના રોજ જ્યારે રિયાએ તેનું ઘર છોડી દીધું ત્યારે ઘરમાં કોઈ તો સુશાંતને દવાઓ આપતું હતું. તે સંજય, નીરજ કે પછી સિદ્ધાર્થ હોઈ શકે છે. સુશાંત આ તમામ દવાઓ વિશ્વાસના આધારે લઈ રહ્યો હતો. સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં હતો જ નહીં.
શાહરુખ અને સલમાન ખાન પર કર્યા આક્ષેપો
સુનીલના જણાવ્યા મુજબ, સુનિલ અવાર-નવાર સુશાંતને મળતો હતો અને જિમમાં સાથે વર્કઆઉટ કરતા હતા. સુશાંતની માનસિક સ્થિતિ એકદમ યોગ્ય હતી અને તે મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ્સ લેતો હતો. થોડા દિવસ પહેલા સુનિલે આક્ષેપો કર્યા હતા. કે સુશાંતની ફિલ્મી કરિયર બરબાદ કરવા માટે કેટલાક લોકો સતત પ્રયાસો કરતા હતા. તેમણે શાહરુખ ખાન તેમજ સલમાન ખાન પર પણ આરોપ લગાવ્યા હતા.
શાહરુખ ખાન પર આરોપ લગાવતા કહ્યું, કે કેવી રીતે એક અવોર્ડ શોમાં શાહરુખે તેને વિશ્વાસમાં લીધો હતો અને પછી તેનું અપમાન કર્યું હતું. આ સાથે જ સલમાન તથા કરને સાથે મળીને સુશાંતની કરિયર બરબાદ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું.
આ પણ વાંચો : શું છે કોંગ્રેસનો સમગ્ર વિવાદ, કયા નેતાઓ છે ગાંધી પરિવાર સાથે અને કોણ છે વિરોધમાં ?
