એમેઝોનના જંગલોમાં છેલ્લા ત્રણ મહિનાઓથી આગ લાગેલી છે જેમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ હોલીવૂડ એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયો પર આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે. બોલ્સોનારોએ શુક્રવારે ફેસબુક પર લાઇવ બ્રોડકાસ્ટમાં કહ્યું હતું કે કેપ્રિયોએ એમેઝોનમાં આગ લગાડવા માટે ફન્ડ આપ્યા છે. તેમણે કે ડી કેપ્રિયો બ્રાઝીલ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અભિયાનમાં સામેલ છે. તેઓ એમેઝોન જંગલમાં આગ લગાડનારાઓ સાથે મળેલા છે.

એમેઝોનના જંગલોમાં છેલ્લા ત્રણ મહિનાઓથી આગ લાગેલી છે જે મામલે બ્રાઝીલ પોલીસે મંગળવારે આગ બુઝાવવામાં મદદ કરી રહેલા 4 ફાયર ફાઇટર્સની ધરપકડ કરી હતી. પોલીસે આક્ષેપો કર્યા હતા કે, આ ફાયર ફાઇટર્સ જંગલમાં આગ લગાવી રહ્યા હતા. જનતાના વિરોધ પ્રદર્શન બાદ તેઓને છોડી દેવામાં આવ્યા હતા. ગુરૂવારે જ બોલ્સોનારોના પુત્ર એટુઅર્ડોએ ટ્વિટમાં ઇશારો કર્યો હતો કે ફાયરફાઇટર્સ જે એનજીઓ માટે કામ કરી રહ્ય હતા, તેને લિયોનાર્ડો ડી કેપ્રિયો તરફથી મદદ મળી રહી છે.
એડુઅર્ડોએ ટ્વિટર પર લખ્યું હતું કે ડી કેપ્રિયોએ આગ લગાવનારા એનજીઓને 3 લાખ ડોલર(2.15 કરોડ) દાનમાં આપ્યા. એડુઅર્ડોએ પર્યાવરણ માટે કામ કરનારી સંસ્થા વર્લ્ડ વાઇલ્ડ ફન્ડ ફોર નેચર પર પણ આરોપી એનજીઓની મદદનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તે વર્લ્ડ વાઇલ્ડ ફન્ડ ફોર નેચર (WWF) સળગી રહેલા એમેઝોનના ફોટો માટે એનજીઓને 13 હજાર પાઉન્ડ(લગભગ 12 લાખ ) આપી રહ્યું છે. જોકે WWF એ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

જણાવી દઈએ કે, એમેઝોનના જંગલોમાં ઓગસ્ટમાં આગ લાગી હતી. આ આગ બુઝાવવા માટે ઘણા દેશોએ બ્રાઝીલને મદદ કરવા તૈયારી બતાવી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે એમેઝોનમાં લાગેલી આગના કારણો સરકારની યોજનાઓ છે. બોલ્સોનારો શાસન લગાતાર એમેઝોનમાં નિર્માણની મંજૂરી આપી રહ્યું છે જેના લીધે જંગલો કપાઇ રહ્યા છે.
લિયોનાર્ડોની સંસ્થા અર્થ અલાયન્સ દ્વારા સ્થાનિક સમૂહોને 50 લાખ ડોલર(લગભગ 46 કરોડ) લાગેલી આગ માટે અપાવવાની યોજના રાખી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકોને આગ બુઝાવવામાં મદદ માટે અપીલ કરી હતી. તેમના સિવાય બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ બોલ્સોનારોને આગ બુઝાવવા માટે મદદની ઓફર કરી હતી. જોકે બોલ્સોનારોએ મેક્રોની મદદ ઠુકરાવી દીધી હતી.
