સામાન્ય રીતે લોકોમાં જજ અને મેજિસ્ટ્રેટનો મતલબ એક જ થતો હોય છે. સામાન્ય માણસ માટે જજ કે મેજિસ્ટ્રેટ એટલે કોર્ટરૂમના ન્યાયાધીશ તરીકે હોય છે. પરંતુ એવી ઘણી બધી કાયદાકીય બાબતો છે જે આપણે નથી જાણતા અને જે જજ અને મેજિસ્ટ્રેટને એકબીજાથી અલગ કરે છે. તો ચાલો જોઈ લઈએ જજ અને મેજિસ્ટ્રેટના તફાવત અને તેમના કામને.
મેજિસ્ટ્રેટઃ
મેજિસ્ટ્રેટને દંડાધિકારી પણ કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં કહીએ તો મેજિસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી છે જે પોતે એકલા થવા પોતાની પેનલ સાથે કોર્ટની કાર્યવાહીને મેનેજ કરે છે, કેસ સંબંધિત વાતો સાંભળે છે અને તમામ વિગતોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લે છે. મેજિસ્ટ્રેટનું કામ ફક્ત ફોજદારી બાબતોને સાંભળવાનું, તેના કાનૂની હકીકતોનું પરિક્ષણ કરવાનું અને પોતાનો નિર્ણય જાહેર કરી સજા કે દંડ કરવાનું હોય છે.
મજિસ્ટ્રેટ બે પ્રકારના હોય છે
જ્યુડિશિયલ અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિલ્લા કક્ષાએ અને મેટ્રોપોલિટન એરિયામાં અને ફર્સ્ટ ક્લાસ તાલુકા કક્ષાએ કામ કરે છે, જ્યારે એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ તરીકે જિલ્લા કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે, પ્રાંતઅધિકારી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે અને મામલતદાર એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ તરીકેનું કામ સંભાળે છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માત્ર અપરાધિક બાબતો સંભાળે છે જ્યારે એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહની બાબતો સંભાળે છે.
જજઃ
જજને કાયદાકીય ભાષામાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. જજ કાયદા સંબંધિત વાતો સાંભળવા અને તેનો નિર્ણય કરવા માટે નિમણૂક કરેલો અધિકારી છે. જજ કેસમાં અંતિમ નિર્ણય લે છે અને તેની પાસે લહીવટીય સત્તાઓ હોય છે. જજનું કામ માત્ર સિવિલ કેસમાં કાર્યવાહી સંભાળી તેનો નિર્ણય કરવાનું હોય છે.
જજ અને મેજિસ્ટ્રેટ વચ્ચેનો તફાવત
- જજ પાસે મેજિસ્ટ્રેટ કરતા વધારે સત્તા હોય છે.
- મેજિસ્ટ્રેટનું કાર્ય મર્યાદિત હોય છે, જ્યારે જજને ઘણા બધા કાર્યોની જવાબદારી હોય છે.
- જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામાન્ય અપાધિક મામલાઓ સંભાળે છે, જ્યારે જજ ગંભીર પ્રકારના કેસો સંભાળે છે.
- સિવિલ જજ એક લવાદી અધિકારી છે, જે કોર્ટમાં નિર્ણય કરે છે, જ્યારે મેજિસ્ટ્રેટ પોતાની હેઠળમાં આવતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને સંભાળે છે.
- જજ બનવા માટે લોની ડિગ્રીની જરૂર પડે છે, જ્યારે મેજિસ્ટ્રેટ બનવા માટે લોની ડિગ્રીની જરૂર નથી
- મેજિસ્ટ્રેટ મર્યાદિત સમય માટેની સજા થવા દંડ કરી શકે છે, જ્યારે જજ આજીવન કેદ થવા મૃત્યુદંડની સજા આપી શકે છે.
નીચલી કોર્ટમાં સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અલગ હોય છે. જિલ્લા કક્ષાએ બંનેને જજ કહેવામાં આવે છે પરંતુ હાઈકોર્ટમાં જજને જસ્ટીસ ન્યાયમૂર્તિ કહેવામાં આવે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.