અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેસનને લઇ હવામાન વિભાગ દ્વારા રવિવારના દિવસે ભારે પવન અને વધુ વરસાદની આગાહી આપવામાં આવી હોવાના પગલે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જેને હટાવી ને હાલ 2 નંબરનું સિગ્નલ મુકાયું છે સિગ્નલને લઇ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે માછીમારો બે દિવસ દરિયો ખેડવા ગયેલ માછીમારો પરત આવી ગયા છે.અને બીજા માછીમારોએ નજીક બંદરો સહોરો લીધો છે
પોરબંદરના બંદર પર વેરાવળ, માંગરોળ, જાફરાબાદ, ઓખા વગેરે બંદરની બોટો મૂકી દેવામાં આવી છે. હજુ પણ પવન અને વરસાદ પડવાની સંભાવના હોવાનું જણાવવામાં આવ્યું છે. જેથી માછીમારોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.