કોરોના વાયરસમાં બે મહિના ઉપર લોકડાઉન રાખ્યા બાદ સરકારે અનલોક ફેઝ શરૂ કરતા ધીમે ધીમે બધાનું જીવન સામાન્ય થઈ રહ્યું છે. તેની સાથે ટેલિવીઝનની વિવિધી સીરિયલોના શૂટિંગ પણ બધી વાતની તકેદારીની સાથે શરૂ કરી દેવામાં આવ્યા છે. સોની ચેનલ પર આવતી તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરીયલમા મેઈન લીડ એક્ટર દિલીપ જોશી ઉર્ફ જેઠા લાલે પોતાનો સોશિયલ મીડિયા પર અનુભવ શેર કર્યો છે.
પોતાના અનુભવ અંગે વાત કરતા જેઠાલાલે કહ્યું છે કે, લોકડાઉન પછી જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે અમને લાગતુ હતું કે જાણે અમે હોસ્પિટલમાં રહીને શૂટ કરી રહ્યા છે. દરેક જણા તમને માસ્કમાં જોવા મળશે અને આસપાસ દરેક જગ્યાએ સેનેટાઈઝરની સુગંધ મળતી હતી.

કોરોનાને લીધે શૂટિંગની આખી પ્રક્રિયા બદલાઈ ગઈ છે. અમારી પાસે ઘણો ટેક્નીકલ સ્ટાફ છે પંરતુ તેમણે પણ ઘણી સાવધાની રાખવી પડે છે. વારંવાર દરેક જણે પોતાના હાથ સેનેટાઈઝ કરવા પડે છે. અમારા સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે ઘણી જગ્યા છે અને અમારા શોના ડિરેક્ટર આસિત મોદી સરે ઘણી સારી વ્યવસ્થા કરી છે. ગઈકાલથી જ તારક મહેતા સિરીયલના નવા એપિસોડ પ્રસારિત થવાના શરૂ થયા છે.
