આજે PM મોદીએ 70મી વખત મન કી બાત કરી છે. જેમાં તેમણે દેશવાસીઓને દશેરાની શુભકામના સાથે શરૂઆત કરી. પોતાના વક્તવ્યમાં તેમણે દશેરાના મેળાના સ્વરૂપ અને રામલીલાના તહેવારનો ઉલ્લેખ અને ગરબાના આયોજનની વાત કરી. આગામી દિવસોમાં આવનારા દિવાળીના તહેવારમાં કોરોના સંક્રમણના કારણે લોકોને સંયમ જાળવી ખાસ તકેદારી રાખવાની અપીલ કરી. તે ઉપરાંત દિવાળીના તહેવારમાં ખરીદી કરતી વખતે આ સાથે જ જ્યારે ખરીદી કરો ત્યારે વોકલ ફોર લોકલનો સંકલ્પ પણ યાદ રાખો.
This time, amid the enthusiasm of festival, when you go shopping make sure to remember your resolve of 'vocal for local.' When purchasing goods from market give priority to local products: Prime Minister Narendra Modi during #MannKiBaat. pic.twitter.com/xFc6BBOOCs
— ANI (@ANI) October 25, 2020
PM મોદીએ વાતમાં ખાદીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, ખાદી વિશ્વમાં વેચાણની ક્ષમતા ધરાવે છે અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ છે. ખાદી માત્ર કપડું નહીં જીવનશૈલી છે. PM મોદીએ કહ્યું, કોરોના સામે આપણી જીત નિશ્ચિત છે. પરંતુ, તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખાસ જરૂરી છે. તેમણે કહ્યું કે, દેશની સીમાઓ પર લડી રહેલા જવાનો માતાની સેવામાં શહીદ થાય છે. આ તહેવારમાં એક દીવો આપણા દેશના વીર જવાનો માટે પણ પ્રગટાવજો.
Dussehra is also a festival of victory of patience over crises. Today, all of you are living with great restraint, celebrating festivals with modesty. Therefore, in the #COVID19 battle, we are fighting, victory is certain: PM Modi on #MannKiBaat pic.twitter.com/XIyabmvGen
— ANI (@ANI) October 25, 2020
PM મોદીએ સરદાર વલ્લભભાઈ અને મહર્ષિ વાલ્મીકીને પણ યાદ કર્યા. 31 ઓક્ટોબરે યોજાનારા ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઈન્દિરા ગાંધીને યાદ કરી આગામી તહેવારો મામટે શુભેચ્છા અને કોરોના મહામારીથી સાવધાન રહેવા અપીલ કરી. PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને યાદ કરતા કહ્યું, લોહ પુરુષની છવિની કલ્પના કરો જે રાજા રજવાડા સાથે વાત કરતા હતા અને તેમની વચ્ચે ખાસ સેન્સ ઓફ હ્યુમર હતું. સ્થિતિ કેટલી પણ ખરાબ હોય તેઓએ સેન્સ ઓફ હ્યુમરને જીવિત રાખતા હતા.
During festivals, do remember lockdown times when we got to know those close associates of society without whom our lives would have been very difficult. Sanitisation workers,housekeepers & guards were with us in difficult times, now in festivals, we've to take them along:PM Modi pic.twitter.com/Q17wnSaNJ8
— ANI (@ANI) October 25, 2020