દેશના સૌથી ચર્ચાસ્પદ એવા હૈદરાબાદ બળાત્કાર અને ત્યાર બાદ હત્યાની અંગે ઘણી વાતો સામે આવી હતી. જે પછી હવે આ બર્બરતા કરનાર ચારેય આરોપીને તેલંગાણા પોલીસ દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. હવે તેમના એન્કાઉન્ટર અંગે વિવિધ ચર્ચાઓ સામે આવી રહી છે. જેમાં એક અંગ્રેજી અખબારે 30 નવેમ્બરના જ આ એન્કાઉન્ટર પર ભવિષ્યવાણી કરી હતી.
અંગ્રેજી સમાચાર પત્ર ‘ડેક્કન ક્રોનિકલ’માં 30 નવેમ્બરે એક રિપોર્ટ છપાઈ હતી. રિપોર્ટ અનુસાર, સજ્જનાર ની લીડરશિપમાં સાઇબરાબાદ પોલીસ ધરપકડ અને કાયદાકીય લડાઈથી અલગ રસ્તો અપનાવવાનું વિચારી રહી છે. આ રિપોર્ટ માં વારંગલ એન્કાઉન્ટરનો ઉલ્લેખ હતો. જ્યાં સજ્જનાર પર જલ્દી ‘રિઝલ્ટ આપવા’ નું દબાણ હતું. હૈદરાબાદ રેપ અને મર્ડર કેસ ને લઇને પણ લોકોમાં ઘણો રોષ હતો. પોલીસ પણ ઘણું દબાણ હતું.
આ પણ વાંચો : દેશના ઓરિજનલ ‘સિંઘમ’, વી.જે.સજ્જનાર, તેમના જીવનની સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી
‘ડેક્કન ક્રોનિકલ પોતાના સૂત્રોના હવાલાથી ખબર છાપી હતી કે જે સમયે ચારે આરોપીઓની પૂછપરછ થઇ રહી હતી, એ સમયે બીજી રીતે પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે જલ્દી પરિણામ સામે લાવવાનું દબાણ છે. ઉપરની આદેશ હતો કે આરોપીઓની ધરપકડ કરો. એવી પણ ચર્ચા હતી કે ‘ધરપકડથી કઈ વધુ ‘ કરતા લોકોનો ગુસ્સો શાંત થઇ જશે. ધરપકડ થી વધુ શું ? એન્કાઉન્ટર…
આ પણ વાંચો : બળાત્કારીઓને શું સજા ? : એન્કાઉન્ટર કે કાયદાકીય લડાઈ…
જો કે આજે પોલીસ કમિશ્નરે પોતાના નિવેદનમાં કોઈ પણ જવાબ આપવાથી બચતાં સીધા એન્કાઉન્ટરની ઘટના અંગે જ માહિતી આપી હતી. તેમજ વધુ માહિતી રિપોર્ટ બાદ જ આપશે તેમ જણાવ્યું છે. જે જોતાં હૈદરાબાદ એન્કાઉન્ટર પર ઘણાં રહસ્યો હજી પણ અકબંધ છે, તેમ કહેવું ખોટું નથી.
