સાઈબાબાના જન્મસ્થળ ને લઇ વિવાદ વધી ગયો છે. હાલ માં જ શિરડીમાં સાઈ સમાધિ મહોત્સવમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈબાબાનું જન્મ સ્થળ ગણાવ્યું હતું. આ દરમિયાન એમણે પાથરીના ડેવલપમેન્ટ પ્લાનમાં 100 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી હતી. ઠાકરેના આ નિવેદનથી શિરડીની જનતા એમનાથી નારાજ થઇ ગઈ છે. વધતા વિવાદને લઇ પહેલી વખત શિરડીમાં રવિવારથી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ ભક્ત મંદિરના દર્શન કરી શકશે પરંતુ ખાવા-પીવામાં અને રોકાવવામાં તકલીફ થશે.

સાઈબાબાના જીવન પર લખેલ ગ્રંથ સાઈ ચરિતમાનસમાં સાંઈબાબાનું જન્મસ્થાન પથારી જણાવવામાં આવ્યું છે. ત્યાં શિરડીના લોકોનું કહેવું છે કે સાઈબાબાએ કયારેય નથી કહ્યું કે એમનો જન્મ ક્યાં થયો હતો. આગળ એમનું કહેવું છે કે 100 કરોડની જગ્યાએ પાથરીને 200 કરોડ આપો પરંતુ તેની ઓળખ સાઈબાબાના જન્મસ્થાન તરીકે ન હોઈ શકે. ત્યારે પાથરીના લોકોનો આરોપ છે કે શિરડીના કારણે એમનો વિકાસ નથી થઇ રહ્યો. પાથરીના લોકોનું કહેવું છે કે જો એમને ત્યાં વિકાસ થયો તો શિરડીને નિશ્ચિત રીતે આર્થિક નુકસાન થશે. બીજું તીર્થક્ષેત્ર સાઈબાબાના નામથી વિકસિત થયું તો શિરડીને નુકસાન થશે.

સાઈબાબા જન્મસ્થાનને લઇ નારાજ શિરડીના લોકોએ આવનાર રવિવાર એટલે 19 જાન્યુઆરીથી સુધી શિરડી બંધનું આહવાન કર્યું છે. માત્ર મંદિર જ ખુલ્લું રહેશે. દુકાન, હોટેલ અને આશ્રમ ખુલ્લું નહિ રહે. ત્યારે શહેરમાં ચાલતા વાહનો પણ નહિ ચાલે। ગ્રામીણોને આંદોલનની રૂપરેખા બનાવવા માટે શનિવારે એક તત્કાલ ગ્રામ સભા બોલાવવામાં આવી છે.
