તુલસી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. દરરોજ પૂજા-પાઠમાં આ પવિત્ર છોડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે જે દંપત્તિઓને સંતાન સુખ ના મળ્યું હોય તેણે ફરજીયાત તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. ફક્ત તુલસીના પાન અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. શાસ્ત્રો મુજબ, તુલસીની વાત ભગવાન વિષ્ણુ ક્યારેય ટાળતા નથી. એવામાં જો તુલસી માતા પ્રસન્ન થાય તો દરેક પ્રકારની આર્થિક સમસ્યા દૂર થઇ જાય છે. તો આવો જાણીએ કે તુલસી પૂજામાં કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. શાસ્ત્રો મુજબ, અમુક ખાસ દિવસે તુલસીના પાનને ના તોડવા જોઈએ. રવિવારે, એકાદશી, સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે તુલસીના પાનને તોડવા ના જોઈએ. આ સિવાય બિનજરૂરી તુલસીના પાન તોડવાથી દોષ લાગે છે. આ સાથે માં લક્ષ્મી નારાજ થાય છે.

પૂજા કરવાથી હકારાત્મક ઉર્જા રહે છે
સાંજના સમયે તુલસીની નીચે દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપરાતં પૂજા કરવા ઘરમાં હકારાત્મક ઉર્જા રહે છે. આ સાથે તેની કૃપાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધી રહે છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુ દોષ ખત્મ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. આ સાથે ઘરમાં હંમેશા નાણાંના સંકેત રહે છે. એટલું જ નહીં, તુલસીનો છોડ પરિવારને નકારાત્મક દ્રષ્ટિથી બચાવે છે.