વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની આઉટબ્રેક ઇન્વેસ્ટિગેશન ટાસ્ક ફોર્સની પ્રમુખ મારિયા વેન કારખોવએ કહ્યું હતું કે, જો વગર લક્ષણના કેસ છે તો એને શોધવામાં ઘણો સમય લાગે છે. પરંતુ એવું કરવાની જરૂરત નથી. કારણ કે લક્ષણ વગરના કેસ એટલે એસિમ્પટોમેટિક કેસોથી બીજા લોકોમાં ફેલાય છે, એને લઇ કોઈ પાક્કા પુરાવા નથી.

મારિયાનો કહેવાનો એ અર્થ હતો કે એસિમ્પટોમેટિક દર્દીઓ દ્વારા બીજાનામાં સંક્રમણ ફેલાવાનો ખરાં ઘણો ઓછો છે. એ વાત પછી લોકોને રાહત થઇ હતી. પરંતુ ઘણા એક્સપર્ટે અને વૈજ્ઞાનિકોએ એના પર સવાલ ઉભા કાર્ય હતા. ઘણા મેડિકલ એક્સપર્ટે મારિયાના આ નિવેદનને મજાક બનાવી દીધું હતું. સોશિયલ સાઇટ્સ પર પણ હંગામો થઇ ગયો હતો.
મારિયાએ સફાઈમાં શું કહ્યું ?
મામલો વધતા WHOએ મારિયાને આ નિવેદનને પાછું લઇ લીધું છે, મારિયાએ સફાઈ આપતા કહ્યું કે એનું છેલ્લું નિવેદન માત્ર 2-3 સ્ટડી પર આધારિત હતું. એ કહેવું એ ખોટો ખ્યાલ હશે કે દુનિયામાં વગર લક્ષણના દર્દીઓ દ્વારા સંક્રમણ ઓછું ફેલાય છે. એને લઇ હજુ કઈ જાણ થઇ નથી. એમણે કહ્યું કે WHOની કોઈ પોલીસીનું એલાન કરી ન રહી હતી. માત્ર સવાલોનો જવાબ આપતી હતી. સ્ટડીના એક નાનકડા ભાગની વાત કરી રહી હતી.
આ પણ વાંચો : ભારતમાં કોરોના સારવારના બિલનો આંકડો ચોંકાવનારો, જાણો કયા શહેરમાં વસૂલાય છે સૌથી વધુ રૂપિયા
