કોરોના વાયરસ મહામારીનો કહેર અમેરિકા પર સૌથી વધુ જોવા મળી રહ્યો છે, ત્યાં 6 લાખથી વધુ લોકો આ મહામારીની ચપેટમાં છે અને 25 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના વાયરસને ફેલાવાનો આરોપ ચીન પર લગાવ્યો છે સાથે જ વિશ્વ સ્વસ્થ્ય સંગઠન પર પણ આક્ષેપો કર્યા છે. તેને જ લઇ અમેરિકાએ હવે WHOમાં જતી ફંડિંગ પર રોક લગાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એલાન કર્યું કે WHOએ આ મહામારીને લઇ પારદર્શિકતા નહિ જાણવી, એના તરફથી એવા પગલાં ભર્યા કે ચીનને મદદ કરી. અમેરિકા સૌથી વધુ ફંડિંગ કરે છે, છતાં એની સાથે એવો વ્યવહાર કર્યો।
કેટલી ફંડિંગ કરે છે અમેરિકા ?

WHOમાં દુનિયાભરમાં ચાલતા કાર્યક્રમો છે. જેમાં ઘણા લાંબા સમયથી અમેરિકા સૌથી વધુ ફંડિંગ કરે છે. અમેરિકાએ ગત વર્ષે WHOમાં 400 મિલિયન ડોલરની ફંડિંગ કરી હતી જે WHOના કુલ બજેટના 15% છે.એની તુલનામાં ચીનની ફંડિંગ ઘણી ઓછી છે. ચીનએ ત્યારે 76 મિલિયન ડોલરનું ફંડિંગ કર્યું, એ ઉપરાંત 10 મિલિયન ડોલરની વધુ મદદ કરી. તો અમેરિકાનો આ નિર્ણય WHO માટે મોટો ઝાટકો છે. આ વાતની પુષ્ટિ પોતે સંગઠને કરી કે. અમેરિકાના નિર્ણય પછી WHOએ કહ્યું કે આ નિર્ણય લેવાયો યોગ્ય સમય નથી.
કોરોના સંકટ સંકટ સામે લડવા માટે કેટલી મદદ ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માર્ચ 2020થી કોરોના માટે એક કેમ્પેઈન ચલાવી રહ્યું છે. જેમાં અમેરિકા અને ચીને સૌથી વધુ મદદ કરી છે. WHOની વેબસાઈટ મુજબ ચીને 20100000 અમેરિકી ડોલર અને અમેરિકાએ 14694650ની મદદ કરી છે.
વ્હાઇટ હાઉસએ ઓછું કર્યું WHOનું બજેટ

વ્હાઇટ હાઉસે પર આપવામાં આવેલી જાણકારીમાં સ્પષ્ટ છે કે અમેરિકાએ છેલ્લા ઘણા સમયથી ધીરે-ધીરે WHOમાં પોતાનું બજેટ ઓછું કામ કર્યું છે. કારણ કે પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને WHO સામ-સામે આવી ચુક્યા છે.
આ પણ વાંચો : કોરોનાને લઇ ખોટી અફવાઓને રોકવા સંયુક્ત રાષ્ટ્રની સરકારોને અપીલ, મીડિયાને આપો સહકાર
