આજે ભારતના ભૂતપૂર્વ અને લોકપ્રિય રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક અને શિક્ષક ડો.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. એમને મિસાઈલ મેન તરિકે પણ ઓળખવામાં આવે છે. ડો.કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931 ના દિવસે થયો હતો. ડો.અબ્દુલ કલામના જીવનમાં અનેક વસ્તુઓનો અભાવ હતો છતાં તેમને સિદ્ધિ મેળવી હતી. એમને પોતાનું સંપૂર્ણ જીવન દેશ સેવા અને માનવતા માટે સમર્પિત કર્યું. ડો. કલામનું નિધન 27 જુલાઈ 2015 ના રોજ થયું હતું. એમને પોતાના જીવન દરમિયાન અનેક સુવિચારો આપ્યા.
દુ:ખ બધાના જીવનમાં આવે છે, દુ:ખ ના દિવસોમાં બધાના ધૈર્યની પરિક્ષા હોય છે. જો દુ:ખ ના સમયે ધૈર્ય થી કામ કરશો તો જલ્દી જ ખરાબ સમય પસાર થઇ જાય છે.
પહેલી સફળતા પછી આરામ નહીં કરવો જોઈએ, કેમ કે આપણે જો બીજી વાર અસફળ થઇ ગયા તો બધા એમાં જ કહેશે કે પ્રથમ સફળતા ભાગ્યથી મળી હતી.
જો સફળ થવાનો સંકલ્પ મજબૂત હોય તો અસફળતા આપણા પર હાવી નહીં થઇ શકે.
આપણા બધા પાસે એક જેવી પ્રતિભા નથી હોતી, પરંતુ આપણી પ્રતિભાઓને વિકસિત કરવાનો મોકો બધા પાસે હોય છે.
જીવનમાં સુખોનું મહત્વ ત્યારે જ ખ્યાલ આવે છે, જ્યારે આ સુખ મુશ્કેલીઓથી પસાર થયા બાદ મળે છે.
જે લોકો જિમ્મેદાર, સરળ, ઈમાનદાર અને મહેનતી છે. એમને ઈશ્વર દ્વારા વિશેષ સમ્માન મળે છે, કેમ કે એ લોકો આ ધરતી ઉપરની શ્રેષ્ઠ રચના છે.
બીજા લોકોનો આશીર્વાદ પ્રાપ્ત કરો, માતા-પિતાની સેવા કરો, વડીલોનું અને શિક્ષકોનું આદર કરો, પોતાના દેશથી પ્રેમ કરો આના સિવાય જીવવું અર્થહીન છે.
સરળતા અને પરિશ્રમનો માર્ગ સ્વીકારો, તે સફળતાનો એકમાત્ર રસ્તો છે.
સપના જોવું જરૂરી છે, પરંતુ સપનાઓને માત્ર જોઈને જ પામી ન શકાય. સૌથી વધારે જરૂરી છે કે જીવનમાં પોતાનું કંઈક લક્ષ્ય નક્કી કરવું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.