રાજસ્થાન પર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમ(cyclone system)ના કારણે દક્ષિણ ગુજરાત(south gujarat)માં છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં સાર્વત્રિક બે ઈંચથી લઈને આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં વરસાદ વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ માંગરોળમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે કામેરજમાં 7 અને વલસાડ-ડોલવણ-ખેરગામ, સુરત શહેરમાં 6 ઈંચ, ઉમરપાડામાં 6 ઈંચ અને ગણદેવીમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય. તેમજ સુરતમાં ખાડીપૂરની સ્થતિ સર્જાઈ
ઉકાઈડેમમાં પાણીની આવક

સુરતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિત સર્જાઈ જેને લઇ કઠોદરા ગામ વિસ્તારોમાં પાણી ભરાયા। કોસંબાની ત્રણ જેટલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 85042 ક્યુસેક પાણીની આવક થઇ છે. જળ સપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ખોલવા પડ્યા। ડેમમાંથી હાલ 70524 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ પાણીનું તાપી નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું। ઉકાઇ ડેમની હાલની જળ સપાટી 332.61 ફૂટ સુધી પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
કિમ નદીની ભયજનક સપાટી નજીક

ભારે વરસાદને લઇ સુરતની કીમ નદીમાં રાત્રીના સમયે નવા નીરની આવક થતાં જળ સપાટીમાં વધારો થયો છે. કીમ નદી ભયજનક સપાટીથી પોણો મીટર દુર છે. કીમ નદીનું હાલનુ લેવલ 12.17 મીટર છે. જ્યારે 13 મીટરે નદીની ભયજનક સપાટી છે. કીમ નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. ત્યારે કીમ ગામે NDRF ટીમ તૈનાત કરાઇ છે.
આ પણ વાંચો : લાલ કિલ્લા પર પીએમ મોદીએ લોંચ કરી નવી યોજના, એક યુનિક આઈડીમાં હશે તમારા સ્વાસ્થ્યની તમામ માહિતી
