રાજ્યમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી છે. ભારે વરસાદના કારણે ઘણા નીચાણ ધરાવતા વિસ્તારમાં પાણી ભરાઈ છે. તે ઉપરાંત રાજ્યના ઘણા ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ મહિને થયેલા ભારે વરસના કારણે ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. હાલમાં રાજ્યના 88 ડેમ હાઇઅલર્ટ પર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તે ઉપરાંત ભારે વરસની આગહીનના કારણે બીજા 17 ડેમમાં અલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યના જીવા દોરી સમાન સરદાર સરોવર સહિત 206 ડેમમાં 59.48 % પાણી છે. ગુજરાતમાં શ્રાવણ મહિનામાં થયેલા ભારે વરસના કારણે કુલ 88 ડેમ હાઇઅલર્ટ પર છે. જ્યારે 17 ડેમો અલર્ટ પર છે. જેમાં રાજ્યના 47 ડેમમાં 100 % પાણી ભરાઈ ગયા છે. 88 ડેમમાં 90 % કરતા વધારે પાણી ભરાઈ ગયા છે. 17 ડેમ 80થી 90 % પાણી ભરાયા છે. જ્યારે 10 ડેમમાં 70થી 80 % પાણી ભરાતા અલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં ખાડીઓના લેવલ ઘટતા ધીરે-ધીરે નીકળી રહ્યું છે પાણી, પરંતુ લાગી શકે છે આટલો સમય
પરંતુ, તેની બીજી તરફ રાજ્યના 90 ડેમમાં 70 % કરતા ઓછું પાણી છે. જેમાંથી, સૌરાષ્ટ્રના 40, દ.ગુજરાતના 3 ડેમ સંપૂર્ણ ભરાયા છે. તે ઉપરાંત, કચ્છના 3 અને મધ્ય ગુજરાતનો 1 ડેમ સંપૂર્ણ ભરાયો છે. હાલમાં, ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી કચ્છ, ગીર સોમનાથ, મોરબી, પોરબંદરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તે સાથે ડાંગ, સુરત, ભરૂચ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
