રાજ્ય(Gujarat)માં ગઈકાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ(Rainfall) નોંધાયો હતો. ત્યારે ઉપરવાસમાં વરસાદ નોંધાતા ઉકાઈ ડેમ(Ukai Dam)માં પાણીની નવી આવક થઇ હતી જેને લઇ ઉકાઈ ડેમ ઇનફ્લો(Inflow) નોંધાયો હતો. ઉકાઈ ડેમમાં 6600 ક્યુસેક(Qusek) પાણીનો ઇનફ્લો રખાયો છે. હાલ ઉકાઈ ડેમમાં 33218 ક્યુસેક પાણીનો ઈન્ફ્લો છે. જ્યારે 650 ક્યુસેક પાણીનો આઉટફ્લો અને હાલની સપાટી 317.89 ફૂટ છે.
ઉપરવાસમાં વરસાદને લઇ ઉકાઈ ડેમમાં પાણીની આવક
ઉકાઇ ડેમમાં 21 રેઇનગેજ સ્ટેશનોમાંથી ગયા 24 કલાકમાં સાવખેડામાં 1.5 ઇંચ, ગીરનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બીજા સાત સ્ટેશનોમાં છુટોછવાયો વરસાદ રહ્યો હતો. ત્યારે હથનુર ડેમના પણ દરવાજા ખોલીને 3500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જે પ્રકાશા ડેમથી ઉકાઇ ડેમમાં આવતા ગત રોજથી ઉકાઇ ડેમમાં 3,000 ક્યુસેકથી પાણીની આવક શરૂ થયા બાદ ધીમે ધીમે વધીને 33218 ક્યુસેક નોંધાઇ છે.
આ પણ વાંચો : પોપ્યુલર ચાઈનીઝ એપ ભારતમાં Ban, એના ઓપ્શનમાં ઉપયોગ કરી શકો છો આ એપનો
