ભારત લોકશાહીની સૂચિમાં 10 નંબર નીચે ઉતરીને 51 માં નંબર પર પહોંચી ગયું છે. 2019 માં ભારતનો લોકશાહી સ્કોર 6.9 રહ્યો, જે 13 વર્ષમાં સૌથી નીચા સ્થાન પર છે. ધ ઈકોનોમીસ્ટએ મંગળવારે 165 દેશની લોકશાહીની સૂચિ જાહેર કરી. આ રિપોર્ટ અનુસાર કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા અને નાગરિકતા કાયદો લાગુ કાર્ય બાદ ભારતનો લોકશાહી ક્રમાંકમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.
5 મુદ્દાઓ જેના આધારે તૈયાર થાય છે લોકશાહી સૂચિ
ધ ઈકોનોમીસ્ટએ 2006 થી લોકશાહી અનુક્રમણિકા જાહેર કરવાનું શરુ કર્યું હતું. ત્યારથી લઈને ભારતને અત્યાર સુધીનો સૌથી નીચો ક્રમ મળ્યો છે. 2014 માં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 7.92 હતો. લોકશાહી સૂચિ ચૂંટણી પ્રક્રિયા, રાજકીય ભાગીદારો, રાજકીય સંસ્કૃતિ અને સામાજિક સ્વતંત્રતાની કામગીરી જેવા 5 મુદ્દાઓને આધારે બહુમતીનો દરજ્જો જાહેર કરવામાં આવે છે.
2019 એ ભારત માટે અશાંતિનું વર્ષ રહ્યું.
કેન્દ્રની ભાજપ સરકારે કાશ્મીરથી કલમ 370 હટાવી લીધી. નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કર્યો. સરકારના આવા ઐતિહાસિક નિર્ણયથી રાજનીતિક અથડામણ શરુ થઇ. સીએએને દેશભરમાં ભેદભાવપૂર્ણ કાયદા તરીકે જોવામાં આવ્યો. આ તમામની અસર 2019 માં ભારતમાં સામાજિક સ્વતંત્રતા અને તેની લોકશાહી સ્થિતિ પર પડી.
