સુરતમાં કોરોના વાયરસ ધીમે-ધીમે કાબુમાં આવી રહ્યો છે. કેસોની સંખ્યામાં ઘટાડો થયો પરંતુ હજુ 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 222 નવા પોઝિટિવ કેસ નોંધાયા। સાથે જ સુરતમાં સારા થનાર દર્દીઓની સંખ્યા વધી છે અને મૃત્યુ આંખમાં પણ ઘટાડો નોધાયો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.
પાલિકા દ્વારા આ વિસ્તારોમા દુકાનો બંધ રાખવા અપીલ
ત્યારે શહેરમાં કતારગામ, અઠવા અને રાંદેરમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેને લઇ મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તરોમાં ધન્વંતરી રથ અને 104ની સેવા લોકો લે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ આ ઝોનમાં પાલિકા દ્વારા તમામ મૉલ, મોટી દુકાનોને સ્વૈચ્છિક બંધ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એ વિસ્તારમાં પાલિકા દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાની સ્થિતિ
સુરતમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થયો છે. એવામાં છેલ્લા 24 કલાકમાં 222 નવા કેસ નોંધાયા હતા જેની સાથે કુલ આંકડો 15,810 પર પહોચ્યોં છે. ત્યારે કુલ મોતની સંખ્યા 681 થઇ છે. સાથે ડિસ્ચાર્જ થનાર દર્દીઓમાં પણ વધારો થયો છે. સુરતમાં અત્યાર સુધીમાં ,11,883 દર્દીઓ સારા થયા.
આ પણ વાંચો : મોદી સરકારે શરુ કરેલ એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શું છે ? જાણો કોને અને કેવી રીતે મળશે લાભ
