અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાના પહેલા અયોધ્યામાં આર્ટિકલ-144 લાગુ કરવામાં આવી છે. અયોધ્યાના ડીએમ દ્વારા જાહેર કરેલ આદેશ અનુસાર હાલમાં શહેરમાં ચાર કરતા વધારે લોકો એક સાથે એક જગ્યા પર ભેગા થઇ શકશે નહીં. આની સાથે જ સંપૂર્ણ જિલ્લામાં ડ્રોનનો ઉપયોગ કરીને ફિલ્મની રિકોર્ડિંગ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આર્ટિકલ-144 10 ડિસેમ્બર સુધી લાદવામાં આવી છે.
ચાર દિવસમાં આવશે ચુકાદો?
સુપ્રીમ કોર્ટના તરફથી જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. એ પ્રમાણે ચુકાદો આવવામાં હજુ ચાર દિવસનો સમય બાકી છે. આજે મુસ્લિમ પક્ષ પોતાની દલીલ રાખશે, જેના પછી 16 ઓક્ટોબર સુધીનો સમય હિન્દૂ પક્ષના જવાબ માટે રાખવામાં આવ્યો છે. 17 ઓક્ટોબરનો દિવસ આ વિવાદમાં દલીલો માટેનો અંતિમ દિવસ છે.
ચીફ જસ્ટિસના રિટાયર થવાના સમય સુધી આવશે ચુકાદો ?
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે રિટાયર થવાના છે. આવી પરિસ્થિતીમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદમાં જલ્દી જ ચુકાદો આવી શકે છે. ગત્ત દિવસોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે આ વિવાદનો ચુકાદો જો 17 ઓક્ટોબર સુધી નહીં આવે તો ચુકાદો આવવામાં સમસ્યા આવી શકે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.