નવરાત્રી દરમિયાન ઘણા બધા લોકો ઉપવાસ કરે છે. ઉપવાસ કરવાનું આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક રીતે પણ મહત્વનું છે. જેમ સાફ-સફાઈ ઘરમાં આવશ્યક છે તેમજ તે આપણા શરીરને પણ સાફ-સફાઈની જરૂર પડે છે. શરીરની સાફ-સફાઈ વ્રત અને ઉપવાસથી થઇ શકે છે. શરીરને અંદરથી શુદ્ધ કરવાનું કામ નવરાત્રીમાં કરી શકાય છે. ભક્તિથી કરવામાં આવતા ઉપવાસનો એવી રીતે કરવો કે જે શરીરને વધારે સ્વસ્થ્ય બનાવે.
નવરાત્રીમાં ઉપવાસ માટે ખાણીપીણી યોગ્ય રીતે પસંદ કરવી. જેના કારણે શરીરમાં નબળાઈ ન આવી શકે. નવરાત્રી દરમિયાન વિષાકત વસ્તુઓથી દુર રહેવું જોઈએ.
અનાજ લેવાનું બંધ એટલે વ્રત નહીં
વ્રતના સમયે એ ધ્યાનમાં લેવું કે વ્રત એટલે તેનો અર્થ એવો નથી થતો કે તમે અનાજ લેવાનું બંધ કરી દો. વ્રત દરમિયાન બટેટા, સાબુદાણા, તળેલા ખોરાક અને મીઠાઈથી દૂર રહેવું જોઈએ. લો ગ્લાઇસેમિક ફૂડ પચવામાં સમય લે છે અને તેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. વ્રત દરમિયાન સુકામેવા, લીલા શાક, ફળ, પનીરનું આહાર લઇ શકો છો. બટેટાને બદલે શક્કરીયા લેવા જેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. ફાયબરયુક્ત આહાર લેવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે.
શરીરમાં પાણીની કમી ન થવા દો
વ્રતના દિવસોમાં પાણી વધારે પ્રમાણમાં લેવું. દિવસભરમાં આશરે 7 થી 8 ગ્લાસ પાણી ઉપરાંત અન્ય પદાર્થો પીવા. જેમાં લીબું પાણી, કાકડીનો રસ, ફૂદીનાનું પાણી, જ્યુસ વગેરેનું સેવન કરવું. તેમજ પ્રોસેસ્ડ શુગર લેવાનું પણ ટાળવું. તે શરીર માટે નુકશાનકારક હોય છે. તેના બદલે તમે ગોળ કે સાકરનો ઉપયોગ કરી શકો છો.
બહારનું ભોજન લેવાનું ટાળવું.
વ્રત દરમિયાન હોટેલનું ભોજન ખાવાનું ટાળો. તેમાં પણ ચરબીયુક્ત આહાર લેવો નહીં
પર્યાપ્ત ઊંઘ લેવી .
એક મેડિકલ રિસર્ચ અનુસાર પર્યાપ્ત ઊંઘ કરવી પણ શરીરના વિષાકતોને સાફ કરે છે. કેમ કે સારી ઊંઘ મગજની કોશિકાઓ જે ગ્લેએલ સેલ કહેવાય છે. તે ઊંઘ દરમિયાન દસ ગણી સક્રિય થાય છે અને મગજમાંથી વિષાકતોને દૂર કરવાનું કાર્ય શરૂ કરે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.