કતારગામ ઝોનમાં વિવિધ ડાયમંડ અને ટેક્સ્ટાઇલ યુનિટોમાં પાલિકા દ્વારા સર્વેલન્સ અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ કરાઈ હતી જેમાં કોરોનાના નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણ યુનિટો વિરુદ્ધ કાર્યવાહી કરી બંધ કરાવવામાં આવ્યા હતા. સાથે જ વેન્ટિલેશન ઉપલબ્ધ ન હોવાના કારણે 5000 રૂપિયાનો દંડ વસુલ્યો છે.
— કતારગામ મેઈન રોડ ખાતે સ્થિતિ 50 કર્મચારીઓ ધરાવતા નીતા એક્ષ્પોર્ટમાં ચેકીંગ દરમિયાન બે કેસ પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાવવામાં આવ્યું છે. સાથે જ અન્ય કર્મચારીઓના પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત એકમમાં વેન્ટિલેશન ન હોવાથી પાલિકાએ 3000 રૂપિયાનો દંડ વસુલ્યો છે.
— કતારગામ જૂની ઝોન ઓફિસ વિસ્તારમાં આવેલ શિવમ જવેલર્સમાં 5 કારીગરો પૈકી 2 કારીગરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બીજા માળ ઉપર આવેલ મેકેનિકલ ડિપાર્ટમેન્ટ બંધ કરાવી દેવામાં આવ્યું છે.
— વેડરોડ સ્થતિ નીતા એક્ષ્પોર્ટમાં 25 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિટ બંધ કરાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત વેન્ટિલેશન ઉપલબ્ધ ન હોવાના કારણે પાલિકાએ 2000 રૂપિયાનો દંડ વસુલ્યો છે.
આ પણ વાંચો : કાંદા પછી ટામેટા-બટાકાના ભાવ પ્રજાને રડાવવા તૈયાર
