દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે અને દિવાળી બાદ શહેરની. દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન કચરામાં તો વધારો થાય જ છે સાથે પાણીના વપરાશમાં પણ વધારો થાય છે. આ વર્ષે દિવાળી અને નવા વર્ષના તહેવારમાં પાલિકા દ્વારા ઉલેચાતા કચરાના જથ્થામાં 400 મેટ્રિક ટન કચરો ઉલેચવામાં આવ્યો હતો.
પ્રતિરોજ પાલિકા 2200 મેટ્રિક ટન શહેરમાંથી કચરો ઉઠાવે છે અને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરે છે. દિવાળીની સાફ સફાઈના કારણે કચરાનું પ્રમાણ 2600 મેટ્રિક ટન થઇ ગયું હતું.
પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં કચરાનો જથ્થો ઘટી જશે, દિવાળી વેકેશનમાં લોકો ઓછા હોવાથી કચરાનો જથ્થો ઘટીને 1900 મેટ્રિક ટન થઇ જશે.
