ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે આજથી ગુજરાત વિધાનસભા(Gujarat Vidhansabha)નું ચોમાસુ સત્ર (Monsoon session) સોમવાર એટલે આજથી શરુ થયું છે. ગૃહમાં કામગીરી શરૂ થયા પહેલા રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા કોરોના વોરિયર્સને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોરોના અંગે ગૃહમાં શોક પ્રસ્તાવમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે(DyCM Nitin patel) વિધાનસભા ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી.
કોરોના અંગે ભગવાન સિવાય કોઈ કઈ જાણતું નથી : નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં કહ્યું, હાલ ચારેબાજુ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી. કોરોના વોરિયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે કહુ છું, જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું, ત્યારે અમે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ડોક્ટરોની સાથે જ સેવા આપી રહ્યા છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા તમામ હુતાત્માઓને આદરથી શ્રધ્ધાંજલી પાઠવુ છું. કોઈ વ્યક્તિનું જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી. જો કોઇ સેવા કરનાર કોરોનાથી અવસાન થયા તેમને 50 લાખની જાહેરાત કરી હતી.
- ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ
- ગૃહમાં કોરોનાના નિયમ સાથે ધારાસભ્ય બેઠા
- વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા
- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની શ્રદ્ધાંજલિ અપાઈ
આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં બોલીવુડના આ મોટા નામો, NCB કરશે પૂછપરછ
