લોકડાઉન વચ્ચે 20 એપ્રિલ પછી સરકાર દ્વારા જરૂરી ગતિ વિધિઓને મંજૂરી આપી છે. ત્યારે સરકારે ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે પરંતુ બિન-જરૂરી સામાનની ડિલીવરી નહીં કરી શકાય. ગૃહ મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉનમાં ઈ-કોમર્સ (E-Commerce) કંપનીઓને બિન-જરૂરી સામાનના સપ્લાય પર પ્રતિબંધ ચાલુ રહેશે.
માત્ર જરૂરી સામાનની જ ડિલીવરી થશે

ગત સપ્તાહે ગૃહ મંત્રાલયે 20 એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં ઈ-કોમર્સ કંપનીઓને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઈ-કોમર્સ કંપનીઓ અને તેમના વાહનોનો ઉપયોગ માત્ર જરૂરી સામાનની ડિલીવરી માટે થશે. કોઈ પણ બિન-જરૂરી સામાનની ડિલીવરી પર પ્રતિબંધ ચાલુ રહેશે.
20 એપ્રિલથી શરુ થશે આ જરૂરી સેવાઓ
- શાકભાજી-ફળની લારીઓ, સાફ-સફાઈનો સામાન વેચવાની દુકાનો
- કરિયાણું અને રેશનની દુકાનો, ડેરી અને મિલ્ક બૂથ, પોલ્ટ્રી, મીટ, માછલી અને ઘાસચારો વેચનારી દુકાનો
- ઇલેક્ટ્રીશિયન, આઈટી રિપેરર્સ, પ્લમ્બર, મોટર મિકેનિક, કારપેન્ટર, કુરિયર, ડીટીએચ અને કેબલ સર્વિસિસ
- સરકારી ગતિવિધિઓ માટે કામ કરનારા ડેટા અને કૉલ સેન્ટર.
- 50% સ્ટાફ સાથે આઈટી અને તેની સાથે જોડોયલી ઓફિસો
- ઓફિસ અને રહેણાંક પરિસરોની પ્રાઇવેટ સિક્યુરિટી અને મેન્ટેનન્સ સર્વિસિસ
- ટ્રક રિપરે માટે હાઈવે પર દુકાનો અને ઢાબા ખુલશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન આવશ્યક
આ પણ વાંચો : ભારતીય કંપનીઓને વિદેશી રોકાણકારોથી બચાવવા માટે મોદી સરકારે લીધો એવો નિર્ણય કે ચીનની પણ વધી ચિંતા
