સુરતમાં ટોરિન વેલ્થ મેનેજમેન્ટ અને ઈન્ડિયન મેડીકલ એસોસિયેશનના ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતા. “Earn while you sleep” નામના આ કાર્યક્રમમાં સુરત શહેરના મેડીકલ એસોશિયેશનના 200થી વધુ ડૉક્ટરોએ ભાગ લીધો હતો. જેમાં કેવી રીતે વેલ્થનું નિર્માણ કરવું અને કેવી રીતે પોતાના પૈસા સુરક્ષિત રાખવા તેની વાત કરી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે Motilal oswal ના સીઈઓ આશિષ સોમૈયા હાજર રહ્યા હતા. તેમજ Motilal oswalના વેલ્થ મેનેજર આકાશ સિંઘાનિયા અને ટોરિન વેલ્થ મેનેજમેન્ટના જિજ્ઞેશ માધવાણીએ ડૉક્ટરોને રોકાણ અંગેની સુવર્ણ માહિતીઓ આપી હતી. જેનાથી ડૉક્ટરો પણ પ્રભાવિત થઈ ગયા હતા.

જેની શરૂઆતમાં જ આશિષ સોમૈયાએ એક મહત્વની વાત કરી કે, જ્યારે પણ આ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપું છું ત્યારે લોકો મને રાતોરાત કરોડપતિ બનવાના પ્રશ્નો કરતાં રહે છે પણ મારે આજે સ્પષ્ટ કરવું છે કે, તમે જે ફળ આજે ખાઈ રહ્યો છો તેના માટે પાંચ, સાત 10 વર્ષનો સમય લાગ્યો છે. માટે તમારા રોકાણને પણ તેટલો સમય આપશો તો ચોક્કસથી સારું વળતર મળશે.

સાથે જ આશિષે કહ્યું કે, લોકો સ્ટોક માર્કેટને જુગાર સાથે સરખાવે છે પણ એવું નથી, જો તમે ચોક્કસ સમય સાથે રોકાણ કરશો તો તે તમને ક્યારે પણ નિરાશ ન કરશે. તેમજ લોકો નવા શેર અને કોઈ ટિપ્સ માંગતા રહે છે, પણ મારી એક જ સલાહ છે કે બજારમાં જે આગાઉ સારી કે યોગ્ય રિર્ટન આપતી સારી શેર કપંની હતી તેજ લોન્ગ ટર્મ માટે પણ ઊંચુ રિટર્ન આપનાર જ રહેશે. જેનાથી તમને ફાયદો થશે.

આ સાથે આકાશ સિંઘાનિયાએ રોકાણકારો માટે એક સરળ સલાહ આપતાં એટલું જ જણાવ્યું કે, દેશમાં રોકાણની સારી તકો રહેલી છે. જેનો ચોક્કસથી લાભ ઊઠાવવો જ જોઇએ અને ભારતીય શેર માર્કેટમાં લાંબાગાળા માટે રોકાણ કરવાથી લાભ મળશે જ.

કાર્યક્રમમાં ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિજ્ઞેશભાઈએ પોતાના વક્તવ્યમાં ડૉક્ટરો માટેના ખાસ પ્રોડક્ટ અંગે વાત કરી હતી. જેનાથી ડૉક્ટરોની જો કોઈ ભૂલ થાય તો તેની સામે ઈન્સ્યોરન્સ કંપની કેવી રીતે હેલ્પફૂલ થાય છે તેની માહિતી આપી હતી. જેનાથી ડૉક્ટર અને પેશન્ટ બંનેને લાભ થઈ શકે છે. જેની સાથે હાલમાં પણ ગુજરાતના 1000 થી 1500 ડૉક્ટરો લાભ લઈ રહ્યા છે અને વધુમાં વધુ ડૉક્ટરો તેનો લાભ લે તેવી અપીલ કરી હતી.
સમગ્ર કાર્યક્રમમાં ડૉકટરોને વિવિધ વેલ્થ નિર્માણ અંગે વાત કરવામાં આવી હતી. જેની સામે માર્કેટના ત્રણ નિષ્ણાંતોએ યોગ્ય રજુઆત કરી હતી. તેમજ શેર માર્કેટનો રોકાણ માટે યોગ્ય રીતે ઉપયોગ કરવાની વાત કરી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.