રાજ્યમાં કોરોના વાયરસને લઇ શાળા-કોલેજો(School-Collage) બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ(Online study) આપવામાં આવી રહ્યું છે. શાળા ક્યારે ખુલશે તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા(education Minister Bhupendrasinh Chudasama)એ શાળા કોલેજોમાં અભ્યાસક્રમને ઓછો કરવાની વાત કરી હતી. સાથે શાળાઓ ખોલવાને લઇ મહત્વની જાહેરાત કરી.
અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે
શિક્ષણ મંત્રીની જાહેરાત મુજબ, સરકાર દ્વારા ચાલુ વર્ષ 2020-21નો અભ્યાસક્રમ ઘટાડાયો છે. કોરોનાના કહેરને લઈને આ વર્ષે અભ્યાસક્રમ ઓછો હશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જે આગળના ધોરણમાં કામ આવે તેવો જ અભ્યાસક્રમ રાખશે. કયા ચેપ્ટર હટાવવા તે અંગે શિક્ષણવિભાગ દ્વારા નિર્ણય લેવાશે. ઉપલા ધોરણમાં કામ આવે તેવા જ ચેપ્ટર રાખવામાં આવશે. સરકાર દ્વારા અભ્યાસક્રમને લઈને કોઈ ઉતાવળ નહી કરવામાં આવે.
આગળ ધોરણમાં કામ આવે એવો જ અભ્યાસ રખાશે
તેઓએ આગળ માહિતી આપતા જણાવ્યું કે, શિક્ષણ બોર્ડ દ્વારા કેબિનેટ કમિટીની રચના કરવામાં આવી છે 20થી 30 ટકા અભ્યાસક્રમમાં કમી કરવાની સૂચના આપવામાં આવી છે. 10માં ધોરણમાં કામમાં આવે તેવો જ અભ્યાસક્રમ ધોરણ-9માં રાખવામાં આવશે। અભ્યાસક્રમ મુદ્દે એક મહિનામાં કેળવણીકારો સાથે બેઠક યોજાશે જેને લઇ સ્વરૂપને લઈને GCRTને કામગીરી સોંપાઈ છે. અભ્યાસક્રમમાં કાપ મૂકવા માટે નિષ્ણાંતોનો અભિપ્રાય લેવાશે.
આ પણ વાંચો : સ્ટડીમાં દાવો, માર્ચ 2021ના અંત સુધીમાં ભારતમાં હશે 6 કરોડથી વધુ કોરોનાના કેસ
