‘મહા’ વાવાઝોડા નામનું સંકટ ગુજરાત તરફ આગળ વધી છે. જયારે આ વાવઝોડાને લઇ સોમનાથમાં એક ઐતિહાસિક નિર્ણય કરાયો છે. ઇતિહાસમાં પહેલી વખત સોમનાથમાં યોજાતો કાર્તિકી પૂનમનો મેળો રદ કરાયો છે

આ મેળા પાછળ માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. વર્ષ 1955 થી દર વર્ષે કારતકમાં 5 દિવસ આ મેળાનું આયોજન કરવામાં આવે છે મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. અને મેળાની મજા માળે છે
આ અંગે માહિતી આપતા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારે જણાવ્યું હતું કે, 1955 માં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજીભાઈ દેશાઇ એ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળો છેલ્લા 10 વર્ષથી 5 દિવસ માટે યોજાય છે જે પહેલા 3 દિવસ માટે યોજાતો હતો.
‘મહા’ વાવાઝોડાની અસરથી આગામી ચાર દિવસ વરસાદી માહોલ વચ્ચે વરસાદની શક્યતા છે. દરમિયાન ભારે પવન સાથે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં અસર જોવા મળશે.
