વિધાનસભાની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરે તેવી આશા રાખવામાં આવી રહી હતી પણ કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે.
લોકસભા સીટ | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર | ભાજપના ઉમેદવારો નીચે મૂજબના મતોથી આગળ |
અમરેલી | નારણભાઈ કાછડિયા | પરેશ ધાનાણી | 20 હજાર |
ગાંધીનગર | અમિત શાહ | ડૉ. સી. જે. ચાવડા | 2.67 લાખ |
જામનગર | પૂનમબહેન માડમ | મૂળુભાઈ કંડોરિયા | 1.10 લાખ |
જુનાગઢ | રાજેશ ચુડાસમા | પૂંજાભાઈ વંશ | 57 હજાર |
રાજકોટ | મોહનભાઈ કુંડારિયા | લલિત કગથરા | 2.10 લાખ |
ગુજરાતની ટોપ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટા માર્જીનથી આગળ ચાલી રહી છે. આ પાંચ બેઠકો પર કોંગ્રેસની કાંટેકી ટક્કર થાય તેવું માનવામાં આવી રહ્યું હતું.
આ ઉપરાંત બારડોલી, સાબરકાંઠા, બનાસકાંઠા પાટણ જેવી બેઠકો પર પણ કોંગ્રેસ પાછળ ચાલી રહ્યું છે. જેના કારણે ભાજપ 2014 પછી ફરી ક્લિન સ્વિપની સ્થિતિમાં છે.