નોકરી કરનારી મહિલાઓ સૌથી વધારે અસુરક્ષિત હોય છે એવું માનવામાં આવે છે. પરંતુ હાલમાં જ દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા લોકસભામાં જે માહિતી આપવામાં આવી છે, તે આપણા વિચારોથી એકદમ વિરૂદ્ધ છે.
તેમને આપેલી માહિતી અનુસાર, જે રાજ્યોમાં વધુ મહિલાઓ નોકરી કરે છે. તે રાજ્યોમાં કામના સ્થળે થતું મહિલાઓનું યૌન શોષણના સૌથી ઓછા કેસ નોંધાયા છે. તેમાં પણ ખાસ કરીને ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જ્યાં મહિલાઓ સૌથી વધુ નોકરી કરે છે, તે રાજ્યોમાં યૌન શોષણનો એક પણ કેસ નોંધાયો નથી.
કામના સ્થળે થતું યૌન શોષણ રોકવા સરકારે 2013 માં એક કાયદો બનાવ્યો હતો. જે કાયદા હેઠળ સામે આવેલી માહિતીમાં મહિલા યૌન શોષણના સૌથી વધારે કેસ બિહારમાં દાખલ થયા હતા.
આ પણ વાંચો : અમદાવાદ :પોલીસ કર્મચારીઓ ‘ક્લિન શેવ’ હશે તો જ મળશે પોલીસ કમિશ્નર કચેરીમાં પ્રવેશ
સ્મૃતિ ઈરાની દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ 2015 માં 119 કેસ નોંધાયા હતાં. તેમાં સૌથી વધુ કેસ દિલ્હી 36, તેલંગાણા 32 અને મહારાષ્ટ્રના 27 કેસ નોંધાયા છે.
જો કે, 2016 માં આ ત્રણેય રાજ્યોના આ પ્રકારના કેસોમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં 9, તેલંગાણામાં 8 અને મહારાષ્ટ્રમાં 11 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 2016 માં યૌન શોષણનો એક પણ કેસ નોંધાયો નથી.
નોકરી કરનારી મહિલાઓની સંખ્યા જ્યાં યૌન શોષણના સૌથી વધારે કેસ નોંધાયા છે. બિહારમાં 17.80%, દિલ્હીમાં 11.70%, મહારાષ્ટ્રં 32.80% ,તેલંગાણા 42.70% , જ્યારે ગુજરાતમાં 19.90%
એવાં રાજ્યો જયાં નોકરી કરનારી મહિલાઓની સંખ્યા વધુ છે અને એક પણ કેસ નથી, તેમાં મિઝોરમ 59%, નાગાલેન્ડ 55.90%, અરુણાચલ પ્રદેશ 51.60%, મેઘાલય 49.90%

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.