હાલ ગુજરાત વિધાન સભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે જેને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બેરોજગારી અંગે પૂછવામાં આવેલ સવાલના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં બે વર્ષમાં અંદાજે 4.5 લાખ કરતાં પણ વધારે બેરોજગાર લોકો નોંધાયા છે. પણ તેની સામે ફક્ત 2230 યુવાનોને જ સરકારી નોકરી મળી હતી. સરકારી નોકરીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, ગુજરાતના યુવાનોને સરકારી નોકરી મળવાનું પ્રમાણ નહિવત છે.
સરકાર દ્વારા ગૃહમાં આપવામાં આવેલી માહિતીમાં ખુલાસો
છેલ્લા 2 વર્ષમાં 4,58,096 બેરોજગારો નોંધાયા
છેલ્લા 2 વર્ષમાં 4,34,663 શિક્ષિત બેરોજગારો નોંધાયા
છેલ્લા 2 વર્ષમાં 23,433 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા
છેલ્લા 2 વર્ષમાં માત્ર 2230 યુવાનોને જ સરકારી નોકરી મળી
7,32,139 યુવાનો ખાનગી નોકરીમાં જોડાયા
આ આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં માત્ર 0.30 ટકા બેરોજગારોને જ સરકારી નોકરી મળી છે. જ્યારે 99.69 ટકાને ખાનગી નોકરી કરવી પડે છે. ત્યારે રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી.
આ પણ વાંચો : ક્યાં છે વિકાસ ? 6 મહિનામાં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો
