ભાજપ દ્વારા હાલમાં નવનિયુક્ત મંત્રીઓની રેલીઓ કાઢવામાં આવી રહી છે. જેનો લોકો દ્વારા મોટી સંખ્યામાં વધામણાં થઈ રહ્યા છે. રાજ્યના ઉર્જા મંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રાનું નવસારી શહેર સહિત જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વહેલી સવારમાં મરોલી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત બાદ સમગ્ર દિવસ દરમ્યાન નવસારીના અલગ અલગ વિસ્તારમાં વિસ્તારોમાં જન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી. નવસારીના કાંઠા વિસ્તારમાં ઠેર ઠેર ઉર્જા મંત્રી પર ફૂલો વર્ષા કરવામાં આવી હતી. જન આશીર્વાદ યાત્રામાં મરોલી ચાર રસ્તા-નવસારી ખાતે ભવ્ય સ્વાગત સાથે ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું, આ પ્રસંગે ધારાસભ્ય આર. સી. પટેલ, નવસારી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ, જલાલપોર તાલુકા પ્રમુખ, નવસારી સંગઠનના પ્રમુખ તથા હોદ્દેદારો અને જીલ્લા-તાલુકાના પંચાયતના સભ્યો, સંગઠનના આગેવાનો સહિત જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જન આશીર્વાદ યાત્રાને સંબોધતા કૃષિ અને ઉર્જા મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારનો યુવાનોને રોજગારી અને ખેડૂતોને પાકનો પોષણક્ષમ ભાવ મળે એવો મક્કમ નીર્ધાર છે. રાજ્યમાં ખેડૂતોને વીજળી ખાતર અને સિંચાઇના પાણી સાથે ખેતી લક્ષી અન્ય સહાય સાથે સુવિધા મળે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. રાજ્ય સરકાર યુવાનોને મહત્તમ રોજગારી પુરી પાડવા અને અન્ય વિકાસ લક્ષી કામો પર ધ્યાન આપી નજીકના દિવસોમાં અનેક મહત્વના કામો કરવાની તૈયારીમાં છે.સમગ્ર દિવસ દરમ્યાન આ જન યાત્રા માંગરોળ – ભીનાર – દેલવાડા, આશાપુરી મંદિર ખાતે, કચ્છ કડવા પાટીદાર વાડી ,એરૂ ચાર રસ્તા, પેથાણ-કોથમડી-મતવાડ-શાહિદ સ્મારક તેમજ દાંડી ખાતે ગાંધીજી પ્રતિમાની સુતરની આંટી પહેરાવી હતી.