આફ્રિકી દેશ ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને 2019ના પ્રતિષ્ઠ નોબલ શાંતિનો પુરસ્કાર આપવામાં આવશે. એમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઇરિટ્રીયા સાથે વર્ષોથી ચાલી રહેલા સીમા વિવાદનુ નિરાકરણ કરવામાં મુખ્ય ભૂમિકા માટે આપવામાં આવશે. 43 વર્ષથી અબી અહમદને ઇથોપિયાના ‘નેલ્સન મંડેલા’ પણ કહેવામાં આવે છે. જાણીયે તેમની મંડેલા સાથે તુલના કેમ કરવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવાતા નેલ્સન મંડેલા જયારે જેલ થી નીકળ્યા ત્યારે અહેમદ મહજ 13 વર્ષના હતા. તેઓ મંડેલાના ચાહક હતા. અને એમના ફોટા વાળી ટી-સર્ટ પહેરતા હતા. એપ્રિલ 2018માં અબી અહેમદ ઇથોપિયાના વડાપ્રધાન બન્યા અને આફ્રિકી દેશોમાં સૌથી યુવા રાષ્ટ્રાધ્યક્ષ બન્યા.
વડાપ્રધાન બન્યાની સાથે જ તેમણે ઇથોપિયામાં ઉદારવાદી સુધારાની શરૂઆત કરી દીધી. પીએમ બન્યા પછી 100 દિવસની અંદર જ અબી અહેમદે ઇમર્જન્સી હટાવી. મીડિયા પર થી સેન્સરશિપ હટાવાનો નિર્ણય કર્યો. એમણે હજારો વિપક્ષી કાર્યકર્તાઓને જેલમાંથી બહાર કાઢ્યા. જે અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓને દેશ માંથી નિર્વાસિત કરવામાં આવ્યા, એમને પાછા આવવાની મંજૂરી આપી.

સૌથી મહત્વપૂર્ણ પહેલ તેમને ચીર પ્રતિદ્વંધવી ઇરિટ્રિયા સાથે ખૂની સંઘર્ષને ખતમ કરવા માટે લીધા. એમના શાંતિ પ્રયાસોને જોઈ લોકો એમની તુલના નેલ્સન મંડેલા થી કરવા લાગ્યા. ગયા વર્ષે વડાપ્રધાન બન્યા સાથે જ સ્પષ્ટ કરી દીધું હતું તેઓ ઇરિટ્રિયા સાથે શાંતિની વાતોની પહેલ કરશે. તેમણે ઇરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઇસૈયસ અફવર્કી સાથે મળીને તરત જ એ દિશામાં પહેલ કરી.
એમના જ પ્રયાસોનું પરિણામ હતું કે ગયા વર્ષે ઇથોપિયા અને ઇરિટ્રિયાની સીમા વિવાદનુ નિરાકરણ કરી શાંતિનો સમજોતો કર્યો. આવી રીતે 20 વર્ષથી ચાલી આવેલા બંને દેશોના સૈન્ય તનાવ ખતમ થયો. 1998 થી 2000 વચ્ચે બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.
ઇરિટ્રિયા સાથે લગભગ 2 દશકોટી ચાલી આવેલું સંઘર્ષ ખતમ કરવા સિવાય અબી અહમદે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા વિવાદોને નિરાકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સપ્ટેમ્બર 2018માં એમની સરકારે ઇરિટ્રિયા અને જિબુતી વચ્ચે ઘણા વર્ષો થી ચાલી આવેલી રાજનૈતિક દુશ્મની ખતમ કરી કૂટનીતિક સંબંધોને સામાન્ય બનાવવામાં મદદ કરી. એ સિવાય અબી અહમદ એ કેન્યા અને સોમાલિયા ના સમુદ્રી વિસ્તારને લઇ ચાલી આવેલું સંઘર્ષ ને ખતમ કરવામાં મદદ કરી.