કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. હાલ તેની કોઈ વેક્સીન કે દવા શોધવામાં વૈજ્ઞાનિકોને કોઈ સફળતા મળી નથી. જેના કારણે આ વાયરસથી મૃત્યુદર વધી રહ્યો છે. આ વાયરસની અસરને લઈને ઘણા દાવા થતા આવ્યા છે. હાલની એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોનાની બીમારીમાં સાજા થયેલ દર્દીઓ માંથી 80% દર્દીઓને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.

આ રિસર્ચ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)એ જર્મનીના ફ્રેન્કફર્ટમાં કર્યું હતું. આ રિસર્ચમાં એપ્રિલ થી જૂન દરમ્યાન 40 થી 50 વર્ષના કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં 100 માંથી 67 દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો હતા અને તેઓ ઘરે જ સ્વસ્થ થયા હતા. બાકી 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓના દર્દીઓના હાર્ટ ચેક કરવા માટે તેમના MRI, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટીસ્યુ બાયોપ્સી કરી હતી. આ રિસર્ચમાં સામે આવ્યું કે, 100 દર્દીઓ માંથી 78 દર્દીઓમાં હાર્ટની ઘણી તકલીફો જોવા મળી છે. જેમાં હૃદયમાં સોજો આવ્યો હતો. આ અંગે વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સુરતના કલસ્ટર વિસ્તારોમાં સંક્રમણ રોકવા SMCએ બનાવી ‘સુરક્ષા કવચ કમિટી’, આ પ્રકારે કરશે કામ….
આ અંગે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ઘણા ખુલાસા કરતા જણાવ્યું છે કે, આ બીમારીએ પોતાનું વર્તન બદલ્યું છે, હવે આ વાયરસ માત્ર કોઈ દર્દીના ફેફસા પર જ એટેક નથી કરતો, પરંતુ બ્રેઈન અને કિડની પર પણ અટેક કરે છે અને મોટું નુકશાન કરે છે. તેમને જણાવ્યું કે કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘણા દર્દીઓમાં ફેફસામાં ઘણી તકલીફો જોવા મળી છે. જેના કારણે દર્દીઓને ઘણા મહિનાઓ પછી પણ ઘરે ઓક્સિજનની જરૂર પડતી હોય છે.
