દિલ્હીની હવા ભલે શ્વાસ લેવા લાયક નથી પણ સૌથી પ્રદુષિત શહેર નથી!
દિલ્હીનો ધુમાડો. એનું પ્રદુષણ. ભારતની રાજધાની પોતાના ગેસ ચેમ્બર સ્ટેટસ માટે ઇન્ટરનૅશન હાઈલાઈટમાં છે. એટલી ખરાબ હાલત છે દિલ્હીની કે સુપ્રીમ કોર્ટ પણ સરકારથી નારાજ છે. પરંતુ આ ખબર દિલ્હીના પ્રદુષણ પર નથી. ખબર છે લેટેસ્ટ ડેટા મુજબ, ભારતના 10 સૌથી પ્રદુષિત શહેરોમાં દિલ્હીનું નામ જ નથી. જયારે ટોપ-10 પ્રદુષિત શહેરોમાં દિલ્હી નથી, તો વિચારો આ લીસ્ટના શહેરોની હાલત કેટલી ખરાબ હશે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ બુલેટિન બહાર પાડ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)થી લગતું. એ કહેવા માટે કે અલગ-અલગ શહેરોમાં હવાની ગુણવત્તાનું સ્તર શું છે. આ બુલેટિનમાં કુલ 97 શહેરોના દેટા હોય છે. માહિતી મળી કે 3 નવેમ્બર સાંજે 4 વાગ્યાથી લઈને 4 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધી ના આંકડા ના હિસાબમાં સૌથી ઝહેરીલી હવા હરિયાણાના જીદ શહેરની હતી. જેમાં AQIની એવરેજ 448 છે. દિલ્હીમાં એવરેજ AQI 407 છે.

દિલ્હી કયા નંબર પર છે પ્રદુષણમાં?
બીજા નંબર પર ઉત્તર પ્રદેશનું બાગપત. જ્યાં AQIની એવરેજ જોવા મળ્યું 440. ત્રીજા નંબર પર છે ગાઝિયાબાદ. જાય પણ AQI એવરેજ 440 જોવા મળ્યું. ચોથા નંબર પર પણ UPનું જ એક શહેર છે, હાપુડ. જ્યાં AQI એવરેજ 436. પાંચમા નંબર પર AQI એવરેજ 435 સાથે UPની રાજધાની લખનો છે. છઠ્ઠા નંબર પર મુરાદાબાદ 434 AQI એવરેજ। સાતમા નંબર પર AQI 430 એવરેજ સાથે નોયડા. આઠમા નંબર પર 423 AQI સાથે ગ્રેટર નોયડા. નવમા નંબર પર કાનપુર જ્યાં AQI એવરેજ 423. અને દશમાં નંબર પર ફરી એન્ટ્રી કરી છે હરિયાણા જેના સિરસા શહેરમાં 426 AQI એવરેજ જોવા મળી. જ્યાં દિલ્હી આ લિસ્ટમાં 14માં નંબર પર છે.
આ લિસ્ટમાં કુલ 15 શહેર છે. જ્યાં AQI એવરેજ 400થી ઉપર જોવા મળ્યું. આ બધા શહેરો ‘ગંભીર’ કેટેગરીમાં આવે છે. ટોપ-10 માં પહેલા અને 10માં નંબર પર હરિયાણા શહેર છે. બાકી બધા નંબરો પર ઉત્તર પ્રદેશના શહેરો છે.

લિસ્ટમાં સૌથી સારી હવા કયા શહેરની ?
આ લીસ્ટમાં માત્ર ચાર શહેર ભારતના છે,જ્યાં હવાનું ગુણવત્તા ‘ગુડ’ જોવા મળી છે. કેરળ ના કોચીનનું એલુર, જ્યાં હવાની ગુણવત્તા સૌથી સારી જોવા મળી છે. જ્યાં AQI એવરેજ 25 છે. આ શહેર પછી મહારાષ્ટ્રનું થાણે, જ્યાં AQI એવરેજ છે 45. ત્યાર પછી નંબર આવે છે કેરળના તિરૂવનંતપુરમ નો, AQI 49 સાથે। ત્યાર પછી જગ્યા છે રાજેસ્થાનના કોટાની, જેનો AQI એવરેજ જોવા મળ્યો 50.