ગુજરાતમાં (gujarat) કોરોના વાયરસથી (corona virus) સંક્રમિત દર્દીઓનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ 1081 સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 54,712 થયો છે. આ આંકડાઓ અનુસાર રાજ્યમાં દર એક કલાકે સરેરાશ 45 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ગુજરાતમાં હાલ 12,795 એક્ટિવ કેસ અને 87 દર્દી વેન્ટિલેટર પર છે. જયારે કોરોનાના કારણે અત્યાર સુધી 2305 દર્દીઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં દર 1 કલાકે 45 લોકો સંક્રમિત
રાજ્યનમાં છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત ડાંગને બાદ કરતા દરેક જિલ્લાઓમાં નવા કેસ સામે આવ્યા છે. ડાંગમાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી. રાજ્યમાં સાઉથહી વધુ કેસ સુરતમાંથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 276 કેસ નોંધાયા છે. ત્યારબાદ અમદાવાદમાં વધુ 180 નવા કેસની સાથે કોરોનાના કુલ કેસનો આંક 25,529 થયો છે. જેમાંથી, છેલ્લા 24 કલાકમાં વધુ 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 170 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજ્યની સરકારે દર્દીના રિકવરી રેટને લઈને વાહવાઈ કરી લીધી, પરંતુ અન્ય રાજ્યોની તુલનાએ મૃત્યુદર વધારે તેનું શું ?
રાજ્યમાં સુરત અને અમદાબાદ બાદ વડોદરાની સ્થિતિ ગંભીર થતી જણાઈ રહી છે. વડોદરામાં પણ કોરોનાના કેસનો આંકડો 4 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 65 નવા કેસની સાથે કુલ કેસ હવે 1334 છે. રાજકોટમાં જુલાઇના 25 દિવસમાં 1065 કેસ નોંધાઇ ચૂક્યા છે. જયારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 29 કેસની સાથે કુલ કેસનો આંક 1259 થયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 13,944 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ,20,662 થયો છે.
