ગુજરાતના પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાને આજે તેમના વતન જામકંડોરણામાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. એમના પુત્ર અને ગુજરાતના અન્ન તથા નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબત ખાતાના પ્રધાન જયેશ રાદડિયાએ પિતાના પાર્થિવદેહને મુખાગ્નિ આપ્યો હતો. એ પહેલાં વિઠ્ઠલભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો લોકો સામેલ થયા હતા.

ગઈકાલે અવસાન પામેલા વિઠલ રાદડિયાના અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળતા જ ઘણા લોકો રડતા જોવા મળ્યા હતા. શણગારેલી શબવાહિનીમાં આગળ વિઠ્ઠલભાઇનો સાફાવાળો ફોટો રાખવામાં આવ્યો છે. અંતિમયાત્રામાં ‘જય જવાન જય કિસાન’, ‘વિઠ્ઠલભાઇ અમર રહો’ના નારા લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ગમગીની જોવા મળી રહી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.