કોરોનાની ત્રીજી દેશમાં લહેર ધીમી પડવાની સાથે એક્સપોર્ટોએ ચોથી લહેરની ભવિષ્યવાણી કરી દીધી છે. જેમાં તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવી શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા, જો કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવવા પર નિર્ભર કરે છે.
ચોથા વેવમાં બૂસ્ટર ડોઝ સાથે વેક્સિનેશનની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કાનપુર IITનું કહેવુ છે કે, કોવિડ 19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ સાંખ્યિકી ભવિષ્યવાણી 24 ફેબ્રુઆરીએ પલ્બિશ કરવામાં આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચોથી લહેરની પીક 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પીક પર પહોંચશે. ત્યાર બાદ તેમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે.

કાનપુર IITએ દેશમાં કોવિડ 19 લહેરની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી, ખાસ કરીને ત્રીજી લહેર વિશે લગભગ સટીક સાબિત થઈ છે. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેંટના એસપી રાજેશભાઈ, સુભરા શંકર ધર અને શલભે કરી હતી. પોતાની ભવિષ્યવાણી માટે ટીમના સાંખ્યિકીય મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરૂઆતના લગભગ 936 દિવસ બાદ આવી શકે છે.
આગામી 22 જૂનથી ચોથી લહેર શરૂ થઈ શકે છે. તે 23 ઓગસ્ટએ પોતાના પીક પર આવી શકે છે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે. ટીમે ચોથી લહેરના પીક સમય બિંદુના ગૈપની ગણતરી કરવા માટે બૂટસ્ટ્રેપ નામની એક મેથડનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં પણ ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણી માટે કરવામાં આવે છે.