Facebook હવે યુઝર્સની ઓળખ ચહેરાથી કરશે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે યુઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટીને કડક બનાવા માટે ફેસબૂક ફેશયલ રેકગ્નીશન સિસ્ટમને ડેવલોપ કરે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ યુઝરના અકાઉન્ટને વેરિફાઇડ કરવા માટે થશે, આનાથી જાણ થશે કે યુઝર સાચો છે કે ફેક.
ફેસબૂક કેટલા સમયથી ફેક પ્રોફાઇલને પોતાના પ્લેટફોર્મથી હટાવાના પ્રયત્નો કરી રહ્યું છે. એવી કેટલી ઘટના બની છે જેમા કોઈ યુઝરની ડીટેલ અને ફોટો નાખીને કોઈ બીજું યુઝર તે પ્રોફાઈલને ઓપરેટ કરી રહ્યું છે. હવે આ સમસ્યાને એલ્ગોરિધમ ફિલ્ટરિંગ અને મેન્યુલ યુઝર રિપોર્ટના ચાલતે ઉકેલવામાં આવશે. જો કે આના પછી પણ ફેક પ્રોફાઈલની સંખ્યામાં કોઈ ખાસ ફેરફાર નથી દેખાતો. ફેક પ્રોફાઇલનો સૌથી વધારે શિકાર સેલેબ્રિટી થાય છે.

આ સિસ્ટમ યુઝરના ચહેરાને સ્કેન કરી ખબર પાડશે કે તમારા દ્વારા ઉપયોગ કરવા વાળુ એકાઉન્ટ તમારું છે કે અન્યનું. લાંબા સમયથી ફેસબૂક ફીચર પર રિસર્ચ કર્યા બાદ તેના અંદર એક ફીચરની જાણ થઇ, આ ફીચરની જાણ ફેસબૂક એપના એક કોડને સમજ્યા બાદ થઇ.

ફીચરના રોલઆઉટ થવા બાદ ફેસબૂક યુઝર્સથી એક સેલ્ફી વિડિઓ રેકોર્ડ કરવા માટે કેહ્શે જેમાં તેઓને બધી બાજુ જોવું પડશે. ફેસબૂક એના ચાલતે યુઝરના ચહેરાને બધી બાજુથી સ્કેન કરી વેરિફાઇડ કરશે કે તે અકાઉન્ટનો સાચો યુઝર છે કે ફેક. આમાં યુઝર્સની સિક્યોરિટીની બધી ગેરેન્ટી નહિ આપી શકાય કારણકે સ્કેન કરેલ બધા જ ડેટા ફેસબૂકના સર્વર પર જશે.
ફેસબૂક સર્વર પર ડેટા સ્ટોર થવા પર ફેસબૂકનું કહેવું છે કે તેઓ આને 30 દિવસની અંદર ડીલીટ કર્યા કરશે. તે આ વાતની પણ જાણ લેશે કે કોઈ આને ક્યારેય એકસેસ ન કરી શકે. ફીચરને ક્યાં સુધી રિલીઝ કરવામાં આવશે તે વિષે હાલ કંઈ કહી ન શકાય.
