આજકાલ સોશ્યિલ મીડિયા સાઈટસ પર યંગ યુઝર્સ પોતનો વૃદ્ધ દેખાતો ફોટો પોસ્ટ કરે છે. દરેક વ્યક્તિ પોતાના સ્ટેટ્સમાં દેખાડે છે કે તેઓ 50 વર્ષ પછી કેવા દેખાશે. આ એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સના Faceappની દ્વારા થાય છે. જો કે આ એક મનોરંજનનો વિષય છે પરંતુ એક પરિવાર માટે આ એક ખુશીનું કારણ બન્યું છે.
આ પણ વાંચો : FaceApp વપરાશ કરતાં પહેલાં Be Alert, તમારી પ્રાઇવેસી જોખમમાં છે
આ એપની મદદથી એક પરિવારને એમના બે દાયકા પેહલા કીડનેપ થયેલો દીકરો મળ્યો. ત્રણ વર્ષની ઉમ્રમાં તેને કીડનેપ કરવામાં આવ્યો હતો. એપની મદદથી પોલીસને વિચાર આવ્યો કે તે છોકરાના જુના ફોટોને આ તકનીક દ્વારા કન્વર્ટ કરી શકાશે અને જોય શકાશે કે હાલમાં એ કેવો દેખાતો હશે. પોલીસ Faceappની મદદથી AI તકનીકનો ઉપયોગ કરી છોકરાને શોધવામાં સફળ થઈ.
ટેક કંપની Tencent ની AI તકનીક
ચીનના પોલીસે જે AI તકનીકનો ઉપયોગ કર્યો છે તેણે ચીનના ટેક અને ઈન્ટરનેટ કંપની Tencent એ બનાવી છે. આ તકનીકએ છોકરાના બાળપણના ફોટાના આધાર પર હાઈ એકયુરેસિની સાથે જણાવ્યું કે તે હાલમાં કેવો દેખાતો હશે. ત્યાર પછી તપાસ અધિકારીઓએ કોઈ પણ ભૂલ ન થાય તે માટે AI લેબના ફેશ રકોગ્નેશનની સાથે સરખાવ્યો અને પરિણામ ચકાસી જોયું.
બાયોલોજીકલ મા-બાપથી મળ્યું DNA
સોફ્ટવેરની મદદથી લગભગ 100બાળકોની તપાસ કરવામાં આવી. અંતે એ છોકરાની જાણ થઈ ગઈ. યુ વિફેન્ગ હાલમાં એક કૉલેજ વિદ્યાર્થી છે. જ્યારે બાળકનું DNA ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ થયું કે, વીફેંગનું DNA તેના બાયોલોજીકલ માતા પિતાની સાથે મળતું આવે છે. ઝેન્ગએ કહ્યુંકે અપહરણ પછી જ અમે તપાસ શરુ કરી હતી અને ક્યારેય આશા છોડી ન હતી.
પિતાની કન્સ્ટ્રકશન સાઈટથી ગમ થયેલો વેફીન્ગ
વેફીન્ગ 6 મે 2001 માં એ સમયે ગુમ થયેલો જયારે તેના પિતા એક કન્સ્ટ્રકશન સાઈટ પર ફોરમેન તરીકે કામ કરી રહ્યા હતા અને તે ત્યાં રમતો હતો. વેફીન્ગના માં-બાપએ એ પેરેન્ટ્સનો આભાર માન્યો જેમને તેની 18 વર્ષથી સારસાંભળ કરી. વેફીન્ગના પિતા એ જણાવ્યું જે પિતા એ એની 18વર્ષ સુધી સંભાળ કરી તે અને હું હવે ભાઈ જેવા થઈ ગયા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.