ગત થોડાક દિવસ અગાઉ tiktok vs youtube હેશટેગથી બંને પોતાને સારા હોવાનું જણાવતા સોશિયલ મીડિયા પર લડાઈ શરુ થઇ હતી. હાલમાં, ફેસબુકે તેની શોર્ટ વિડિયો મનોરંજન એપ ‘કોલાબ’ શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા, યુઝર સંગીત અને ટૂંકી વિડિયો ક્લિપ બનાવી શકાય છે. આ એપ્લિકેશન હમણાં બીટા વર્ઝન માટે લોન્ચ કરવામાં આવી છે. કંપની હાલમાં તેને iOS પ્લેટફોર્મ પર માત્ર ઇન્વાઇટ ઓન્લી વિકલ્પ સાથે શરુ કરી છે. આ એપથી એક સાથે ત્રણ જુદી જુદી ટૂંકી વિડિયોઝ બનાવીને તેને એડિટ દ્વારા એક વીડિયો બનાવી શકો છો. આ વિડિયોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકે છે. આ એપ્લિકેશન દ્વારા ફેસબુક આગામી સમયમાં ટિકટોક સાથે સ્પર્ધા કરવા માંગે છે.

કંપનીએ આપેલી માહિતી અનુસાર, યુઝર આ એપ્લિકેશન દ્વારા ત્રણ અલગ અલગ શોર્ટ વીડિયો રેકોર્ડ કરી શકે છે. જેમાં, ગિટાર વગાડવા, ડ્રમ્સ વગાડવા, ગીતો ગાવા વગેરે સાથે વિડિઓઝને રેકોર્ડ શકાય છે. ત્રણ વિડિઓઝને શૂટ કર્યા પછી, તેને એડિટ કરી એક વિડિયો બનાવી શકાય છે. આ એપ દ્વારા અલગ અલગ ગીત પણ બનાવી શકાય છે. ત્યારબાદ આ વીડિયોને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી શકાય છે.
આ પણ વાંચો : ટ્રાઇએ જાહેર કર્યો નિયમ, ફોન કરતા પહેલા કરવું પડશે આ કામ, નહિ તો નહિ લાગે ફોન

ટિકટોકને મળશે ટક્કર
ફેસબુક આ એપ દ્વારા ટિકટોકને ટક્કર આપવા માંગે છે. જેને અત્યાર સુધી 100 કરોડથી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ એપ્લિકેશનને 1.2 રેટિંગ આપવામાં આવી છે. ત્યારબાદ ગૂગલે ટિકટોકવિશેની નકારાત્મક રિવ્યુ રેટિંગ ડિલીટ કરતા ફરી તેનું રેટિંગ 4.4 સ્ટાર્સ પર પહોંચી ગઈ છે.
