2 વર્ષ પહેલા ફેસબુકે યુઝર્સની પ્રાઇવસી માટે એક મોટી જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે યુઝર્સને બ્રાઉસિંગ હિસ્ટ્રી ડીલીટ કરવાનું બટન આપવામાં આવશે. હમણાં પણ તમે હિસ્ટ્રી કરી શકો છો, પરંતુ તેની માટે તમારે એક પ્રોસેસ ફોલો કરવી પડશે.
હવે 2 વર્ષ પછી કંપની આ ફીચર રજુ કરી રહી છે. હવે ફેસબુક યુઝર્સને Off-Facebook Activityનું વિકલ્પ આપવામાં આવશે. અગાઉ કેટલાક દેશોમાં આ ફીચર પહેલાથી જ આપી દીધું છે.
જો તમે ફેસબુક યુઝ કરો છો તો આ ફીચર તમારી માટે ઉપયોગી છે. કારણકે આને યુઝ કરીને તમે નિશ્ચિત જાહેરાતથી છુટકારો મેળવી શકો છો. ફેસબૂકના આ ફીચરને યુઝ કરવું ખુબ સરળ છે.
ફેસબૂકના મોબાઈલ એપના સેટિંગમાં જાઓ. ત્યાં તમને લિસ્ટ મળશે અને લિસ્ટમાં એકાઉન્ટ સેટિંગ્સ, સિક્યુરિટી, પ્રાઇવસી અને યોર ફેસબુક ઇન્ફોરમેશનની કેટેગરી છે.
Your Facebook Informationની અંદર તમને Off-Facebook activityનો વિકલ્પ દેખાશે. તેની પર ક્લીક કરવાનું રહેશે.
તેની પર ક્લીક કરવાથી તમને કેટલાક વિકલ્પ મળશે અને તેમાં ઉપરના પ્રથમ એપ્સના આઇકોન દેખાશે જે તમારી એકટીવીટીને ફેસબુક સાથે શેર કરે છે. જે મુખ્યત્વે બિઝનેસ અને કંપની હોય છે જે તમારો ડેટા શેર કરે છે.
અહીં જેટલા પણ આઇકોન દેખાશે તેનાથી તમે સમજી જશો કે આ કંપનીએ તમારો ડેટા ફેસબુક સાથે શેર કર્યો છે. જયારે પણ તમે વેબસાઇટ પર વિઝીટ કરો છો ત્યારે તમારી એકટીવીટી બિઝનેસ ટૂલ દ્વારા ફેસબુકની સાથે શેર કરે છે.
Off-Facebook activityમાં તમને Clear Historyનો વિકલ્પ મળે છે. તેને ક્લિયર કરતા પહેલા જેટલા ડેટા ફેસબુક સાથે શેર થયા છે તે ક્લીયર થઈ જશે.
પરંતુ ત્યારબાદ પણ ફેસબુકને બીજી કંપનીઓ ડેટા આપતી રહેશે.
