દશેરાના દિવસે સમગ્ર દેશમાં ઉજવણી કરાશે ત્યાં જ શહેરના બજારોમાં ફાફડા જલેબીનું વેચાણ શરુ થઇ ગયું છે, ફાફડા જલેબીના જુદા જુદા સ્થળે કાઉન્ટર લગાડવામાં આવ્યા છે, ફાફડા જલેબી બનાવવા માટે વપરાતી સામગ્રીના ભાવ તો નીચા જ છે પરંતુ ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ફાફડા જલેબીના ભાવને લઇ વેપારીઓ ગ્રાહકોને છેતરી રહ્યા છે. અને કાજુ-બદામના ભાવથી વધુ ભાવે ફાફડા જલેબીનું વેચાણ થઇ રહ્યું છે.
શહેરમાં નાના-મોટા મળીને આશરે 10,000 હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરાશે. ફાફડાનો ભાવ કિલોના રૂ.400 થી રૂ.880 સુધી બોલાય છે. ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોને આ ભાવ પરવડે નહિ.
SMCના ફૂડ વિભાગના અધિકારીઓ ફાફડા-જલેબીના નમૂના લે છે તેમાં સબસ્ટાન્ડર્ડ સામાન આવે તેવી શક્યતા જ વધુ હોય છે. શહેરમાં જુદી જુદી જગ્યાએ ફાફડા-જલેબીના વેચાણ માંડવા તૈયાર કરવામાં આવ્યા છે. અને સારી ગુણવત્તામાં ફાફડા-જલેબી મળી રહશે.